ભારતીય નેવીની પેટ્રોલિંગ શિપ આઇએનએસ શારદાએ લાઇબેરિયાના શિપને ચાંચિયાઓથી બચાવ્યું. આ ઘટના એડનની ખાડીની છે. અહીં સમુદ્રી ચાંચિયાઓએ લાઇબેરિયાના જહાજ એમવી માઉન્ટબેટન પર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો હતો.
નેવીએ ૧૬ મેની સાંજે લાઇબેરિયામાં રજિસ્ટર્ડ એમવી માઉન્ટબેટન મુશ્કેલીમાં ફસાયુ હોવાનો રિપોર્ટ મળ્યો હતો.
સલાલાહથી આશરે ૪૨૬ કિલોમીટર દૂર સમુદ્રમાં ચાંચિયાઓએ જહાજને પોતાના કબ્જામાં લેવાનો પ્રયાસ કર્યો. તે વખતે ભારતીય નેવીનું જહાજ આઇએનએસ શારદા આ જહાજથી માત્ર ૫૬ કિલોમીટર દૂર હતું.
માઉન્ટબેટન પાસેથી મળેલા રિપોર્ટ મુજબ ૨ મોટી અને ૮ નાની બોટથી ચાંચિયાઓએ તેમને ઘેરી લીધા હતા. રિપોર્ટ મળતા જ આઇએનએસ શારદા ઘટના સ્થળે પહોંચી ગયું.જેને જોઇને પહેલા ચાંચિયાઓની ૩ નાની બોટ ત્યાંથી નાસી છૂટી જે પછી અન્ય બોટમાંથી કમાન્ડો મારકોસે સર્ચ ઓપરેશનમાં હથિયાર જપ્ત કરી લીધા.