Aapnu Gujarat
રમતગમત

ભારતીય મહિલા ટીમને ત્રીજી મેચમાં હરાવી ન્યુઝીલેન્ડે હોકી સિરીઝ જીતી

ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે બુધવારે ભારતની સામે પાંચ હોકી ટેસ્ટ મેચની સિરીઝમાં ત્રીજી મેચમાં જીત હાંસલ કરી ૩-૦થી સરસાઇ હાંસલ કરી સિરીઝ પોતાના નામે કરી હતી.ઉલ્લેખનીય છે કે, આ પહેલા બે મેચમાં પણ ભારતીય મહિલા ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
બુધવારે રોજા બીચ પા૪કમાં રમાયેલી ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ભારતીય મહિલા ટીમને ૩-૨થી હાર આપી હતી. જો કે, આ મેચમાં પહેલો ગોલ ફટકારતા ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. પરંતુ, ભારતીય ટીમ આ સરસાઇને જાળવી શકી ન હતી. મેચની નવમી મિનિટમાં દીપ ગ્રેસ એક્કાએ ગોલ કરી ભારતીય ટીમનું ખાતુ ખોલ્યું હતું. એક્કાના આ ગોલની સામે ન્યૂઝીલેન્ડની એલા ગુનસને પલટવાર કરતા મેચની ૧૩મી મિનિટમાં ગોલ કરી મેચનો સ્કોર ૧-૧ની બરાબરીનો કરી દીધો હતો. ત્યાર બાદ મેચની ૧૫મી મિનિટમાં ડિએના રિચીના ગોલની મદદથી ન્યૂઝીલેન્ડની ટીમે ૨-૧ની સરસાઇ મેળવી હતી. બીજા ક્વાર્ટરમાં રસપ્રદ મુકાબલો છતાં બંને ટીમોમાંથી એક પણ ટીમ ગોલ કરી શક્યું ન હતું. પરંતુ મેચની ૩૪મી મિનિટમાં ન્યૂઝીલેન્ડ તરફથી પેનલ્ટી કોર્નર પર ગોલના પ્રયાસને સવિતાએ નિષ્ફળ બનાવ્યો હતો. ત્યાર બાદ ભારત તરફથી ૫૯મી મિનિટમાં મોનિકાએ બીજો ગોલ કર્યો હતો. પણ જીત માટે તેનો આ પ્રયાસ પૂરતો ન હતો. સંઘર્ષમય આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને ૩-૨થી હાર અપાવી હતી.

Related posts

શ્રીલંકા પર ઓસ્ટ્રેલિયાનો ૩૬૬ રને વિજય

aapnugujarat

કોરિયન ઓપન સુપર સિરિઝ પર સિંધુનો કબજો

aapnugujarat

कराची के खिलाड़ी डरपोक : अख्तर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1