Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મર્સિડિઝ અને દૂધ એક રેટ પર વેચી શકાય નહીં : મોદી

જીએસટીના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિવિધ મુદ્દા ઉપર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સહકારી સંઘવાદનો સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક ન્યુઝ મેગેઝિનને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું હતું કે, જીએસટી હેઠળ સિંગલ રેટને લઇને કોઇ શક્યતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, દૂધ અને મર્સીડિઝ એક રેટ ઉપર વેચી શકાય નહીં. સિંગલ રેટને લઇને સાફ ઇન્કાર કરતા મોદીએ વિરોધીઓની પણ ઝાટકણી કાઢી હતી. જીએસટી હેઠળ એક જ દર નક્કી કરવાના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આ કહેવું બિલકુલ સરળ છે કે એક જ સ્લેબ રાખવામાં આવે પરંતુ અમે કોઇપણ ફુડ વસ્તુઓને ઝીરો પેમેન્ટ ઉપર રાખી શકીશું નહીં. દૂધ અને મર્સીડિઝ પર એક સમાન ટેક્સ લગાવી શકાય નહીં. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં રહેલા અમારા મિત્રો કહે છે કે, જીએસટી માટે એક રેટ હોવો જોઇએ પરંતુ કોંગ્રેસના લોકો આ વાત કહેશે કે ફુડ આઈટમ અને કોમોડિટી ઉપર ટેક્સ લગાવવું જોઇએ જેના ઉપર હાલમાં પાંચ અને ૧૮ ટકા ટેક્સ લાગે છે. જીએસટી લાગૂ કરવાને લઇને થયેલા ફાયદા અંગે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, તેઓ કેટલાક આંકડાને લઇને વાત કરવા માટે ઇચ્છુક છે. સ્વતંત્રતા બાદથી હજુ સુધી ૬૬ લાખ એન્ટરપ્રાઇઝની નોંધણી કરવામાં આવી હતી પરંતુ જીએસટી અમલી બન્યાના એક વર્ષની અંદર જ ૪૮ લાખ નવી નોંધણી કરવામાં આવી ચુકી છે. ૩૫૦ કરોડ ઇનવોઇસ પ્રોસેસ કરવામાં આવ્યા છે. ૧૧ કરોડ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. જીએસટીને જટિલ દર્શાવતા પહેલા અમને કેટલીક વાસ્તવિકતા તરફ ધ્યાન આપવાની જરૂર છે. મોદીએ જીએસટીના લાભ ગણાવતા કહ્યું હતું કે, દેશભરમાં ચેકપોસ્ટ ખતમ થઇ ચુક્યા છે. રાજ્યોની સરહદો ઉપર લાઈનો લાગવાનું બંધ થઇ ગયું છે. આનાથી ટ્રક ડ્રાઇવરનો સમય બચી રહ્યો છે. સાથે સાથે લોજિસ્ટીક સેક્ટરમાં પણ તેજી આવી છે. આ ઉપરાંત દેશના પ્રોડક્શનમાં પણ વધારો થયો છે. જો જીએસટીની વ્યવસ્થા જટિલ રહી હોત તો આ સુવિધા રહી ન હોત. ભવિષ્યમાં જીએસટીના દરોમાં ઘટાડાની શક્યતા અંગે પૂછવામાં આવતા મોદીએ કહ્યું હતું કે, રેટની વાત કરવામાં આવે તો પહેલા ઘણી બધી બાબતો જાણવામાં મુશ્કેલ પડતી હતી. હવે જે પણ નાણા ચુકવવામાં આવશે તે અંગે પુરતી માહિતી મળશે. સરકારે આજે ૪૦૦ પ્રકારની વસ્તુઓ ઉપર ટેક્સમાં ઘટાડો કરી દીધો છે. આશરે ૧૫૦ પ્રકારની વસ્તુઓ ઉપર ઝીરો ટકા ટેક્સ કરી દેવામાં આવ્યો છે. જીએસટીને અમલી બનાવી દીધાના એક વર્ષની પૂર્ણાહૂતિના પ્રસંગે મોદીએ ટેક્સ પોલિસીના લાભની વાત કરી હતી અને કહ્યું હતું કે, આના પરિણામ સ્વરુપે ભારતીય કો-ઓપરેટિવ ફેડરાલિઝમની સ્થિતિ મજબૂત થઇ છે. ઇન્સ્પેક્ટર રાજનો અંત આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ વસ્તુઓ ઉપર એક સ્લેબ લાગૂ કરવાની બાબત શક્ય નથી. દૂધ અને મર્સીડિઝને એક રેટ સાથે સરખાવી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, નવી ટેક્સ વ્યવસ્થા આવ્યા બાદ એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા રાજ્ય ટેક્સ સહિત ઘણી બધી બાબતો એક થઇ ગઇ છે. આના પરિણામ સ્વરુપે પરોક્ષ કરવેરા વ્યવસ્થા અસરકારક બની છે. ઇન્સ્પેક્ટર રાજનો અંત લાવવામાં મદદ મળી છે. ટિકાકારો દ્વારા કરવામાં આવેલી દલીલ મુજબ જીએસટી વ્યવસ્થા કોઇ જટિલ પ્રક્રિયા નથી. જીએસટીના અમલીકરણના કારણે ઉભી થયેલી સમસ્યાનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આ સુધારાના પરિણામ સ્વરુપે ૧૭ પ્રકારના ટેક્સ અને ૨૩ સેસ એક સિંગલ ટેક્સમાં ફેરવાઈ ગયા છે. વિશ્વના સૌથી મોટી આર્થિક વ્યવસ્થા પૈકીની એકમાં આ બાબત ગર્વ લેવા જેવી છે. પોલિસીમાં ફિડબેક અને લોકોના જુદા જુદા અભિપ્રાયના આધાર પર સતત સુધારા થતાં રહે છે. જીએસટીમાં ઘણા બધા છુપાયેલા ટેક્સ દૂર કરવામાં આવી ચુક્યા છે. દરરોજની કોમોડિટી માટેના રેટ ઘટાડી દેવાયા છે.

Related posts

સામાન્ય વર્ગમાં આરક્ષણ માટે આવકની સીમા અંતિમ નથી : થાવરચંદ ગેહલોત

aapnugujarat

હિમાચલમાં ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મસમોટો ઝટકો : અનિલ શર્મા ભાજપમાં જોડાયા

aapnugujarat

શ્રીલંકાએ ભારત પાસેથી માંગી ૫૦ કરોડ ડોલરની લોન

editor

Leave a Comment

UA-96247877-1