Aapnu Gujarat
રાષ્ટ્રીય

શ્રીલંકાએ ભારત પાસેથી માંગી ૫૦ કરોડ ડોલરની લોન

વૈશ્વિક તેલની કિંમતોમાં વધારો થવાથી શ્રીલંકાને આ વર્ષે તેલની આયાત પર વધુ ખર્ચ કરવાની ફરજ પડી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષના પ્રથમ સાત મહિનામાં દેશનું ઓઇલ બિલ ૪૧.૫ ટકા વધીને ૨ અબજ ડોલર થયું છે. છેલ્લા સપ્તાહમાં રાંધણ ગેસ અને અન્ય જરૂરી વસ્તુઓમાં વધારો થયો હોવા છતાં સરકારે બળતણની અપેક્ષિત છૂટક કિંમતોમાં વધારો અટકાવ્યો છે. નાણામંત્રી તુલસી રાજપક્ષેએ ગયા મહિને કહ્યું હતું કે, કોરોના મહામારી બાદ પર્યટન અને રેમિટન્સથી દેશની કમાણી પરઅસર પડવાને કારણે વિદેશી વિનિમયની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશની જીડીપી ૨૦૨૦ માં રેકોર્ડ ૩.૬% ઘટી છે. જુલાઈથી એક વર્ષમાં તેનું વિદેશી મુદ્રા ભંડાર અડધાથી વધુ ઘટીને માત્ર ૨.૮ અબજ ડોલર થઈ ગયું છે. આના કારણે છેલ્લા એક વર્ષમાં ડોલરની સરખામણીમાં શ્રીલંકન રૂપિયો ૯% ઘટ્યો છે, જેનાથી આયાત વધુ મોંઘી થઈ છે.દેશની સરકારી ઓઇલ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (ઝ્રઁઝ્ર) પહેલાથી જ દેશની બે મુખ્ય સરકારી માલિકીની બેન્કોની લોન બાકી છે. ઝ્રઁઝ્રએ બેન્ક ઓફ સિલોન અને પીપલ્સ બેન્કનું લગભગ ૩.૩ અરબ ડોલરનું દેવું બાકી છે. ઝ્રઁઝ્ર મધ્ય પૂર્વમાંથી ક્રૂડ ઓઇલ અને સિંગાપોર સહિત અન્ય પ્રદેશોમાંથી શુદ્ધ ઉત્પાદનોની આયાત કરે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, એલકેએ સીપીસીના ચેરમેન સુમિત વિજયસિંઘેને હવાલાથી જણાવ્યું હતું કે ભારત-શ્રીલંકા આર્થિક ભાગીદારી વ્યવસ્થા હેઠળ ૫૦ કરોડ અમેરિકી લોન સુવિધા મેળવવા માટે અત્યારે અમે અહીં ભારતીય ઉચ્ચ આયોગ સાથે વાતચીત કરી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ લોન સુવિધાનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતોની ખરીદી માટે કરવામાં આવશે. રિપોર્ટમાં નાણાં સચિવ એસ.આર. એટિગેલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારત અને શ્રીલંકા બંનેના ઉર્જા સચિવો લોન માટે ટૂંક સમયમાં કરાર કરે તેવી અપેક્ષા છે.

Related posts

ઉન્નાવ ગેંગરેપ : સેંગર સામે આક્ષેપોને સમર્થન મળ્યું

aapnugujarat

રાંધણ ગેસ સિલિન્ડના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો

editor

બીએસએફે અટારી સરહદે બે પાક. ઘુસણખોરોને ઠાર કર્યા

editor

Leave a Comment

UA-96247877-1