Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનનો આર્થિક વિકાસ દર આ વર્ષે કક્ડભૂસ

કોરોના મહામારી વચ્ચે ચીનમાં પ્રોપર્ટી બબલની પણ ચર્ચા થઈ રહી છે. ચાઇના એવરગ્રાન્ડ ગ્રુપ પર ૩૦૦ અબજ ડોલરનું ભારે દેવું છે. આ કંપની નાદારીના આરે છે. જાે આવું થશે તો તેની પ્રોપર્ટી માર્કેટ તેમજ બેંકિંગ સેક્ટર પર ખરાબ અસર પડશે. વૈશ્વિક અર્થતંત્ર પર ચીનમાં આ ઘટનાની અસર સ્પષ્ટ દેખાશે. ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં દેશમાં વીજ વપરાશ ૩.૩૫ ટકા વધીને ૫૭.૨૨ અબજ યુનિટ થયો છે. આ માહિતી પાવર મંત્રાલયના ડેટામાં મળી છે. આ આંકડા દર્શાવે છે કે કોલસાની અછત વચ્ચે દેશમાં વીજળીની માંગ સુધરી રહી છે.ડેટા અનુસાર ગયા વર્ષે ૧ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વીજ વપરાશ ૫૫.૩૬ અબજ યુનિટ હતો. દેશના પાવર પ્લાન્ટમાં કોલસાની કટોકટી વચ્ચે ૧૫ ઓક્ટોબરના વ્યસ્ત કલાકોમાં વીજળીની અછત ઘટીને ૯૮૬ મેગાવોટ થઈ ગઈ હતી. ૭ ઓક્ટોબરે વીજળીની અછત ૧૧,૬૨૬ મેગાવોટ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૭ ઓક્ટોબરે ૧૧,૬૨૬ મેગાવોટનો ઘટાડો આ મહિનાના પ્રથમ પખવાડિયામાં સૌથી વધુ આંકડો છચાલબાઝ ચીન અવનવા હથકંડા અપનાવી પાડોશી દેશોને પરેશાન કરે છે અને કારોબારી કબ્જાે જમાવી રાખવા પ્રયાસ કરે છે. હાલના સમયમાં ચીન તેના ઘરેલુ મોરચે પરાસ્ત થયું છે. ચીનનો વિકાસ ચિંતાજનક સ્તરે તૂટ્યો છે જેની અસર તેની અર્થવ્યવસ્થા ઉપર ગંભીર સ્તરે જાેવા મળશે. વીજ સંકટ, સપ્લાય ચેઇનમાં નબળાઇ અને કોરોનાની નવી લહેરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીની અર્થવ્યવસ્થાને ભારે ફટકો માર્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસ દર માત્ર ૪.૯ ટકા હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વિકાસ દર ૭.૯ ટકા હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિ દર સપ્ટેમ્બર ૨૦૨૦ પછી સૌથી નીચો રહ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ચીનની અર્થવ્યવસ્થામાં ૧૮.૩૦ ટકાનો વધારો થયો હતો. રોઇટર્સના એક સર્વેમાં અનુમાન કરવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો વિકાસ દર ૫.૨ ટકા રહેશે. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચોક્કસપણે સુધારો છે પરંતુ પાવર કટોકટી સહિત અન્ય ઘણા પરિબળોને કારણે વૃદ્ધિની ગતિ સતત નબળી પડી રહી છે. રોઇટર્સનો અંદાજ છે કે પીપલ્સ બેન્ક ઓફ ચાઇના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રિઝર્વ રીકયોરમેન્ટ રેશિયો (ઇઇઇ) બદલશે નહીં. એક અંદાજ મુજબ ત્યાંની કેન્દ્રીય બેંક જાન્યુઆરી-માર્ચ ૨૦૨૨ ક્વાર્ટરમાં ઇઇઇ માં ૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. અર્થતંત્રની બીજી બાજુની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન ૩.૧ ટકાના વાર્ષિક દરે વધ્યું હતું. તે અપેક્ષા કરતા નબળી હતી. ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન ૫.૩ ટકા હતું. ઓગસ્ટમાં છૂટક વેચાણ ૪.૪ ટકા વધીને માત્ર ૨.૫ ટકા થયું છે.

Related posts

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈ હાફિઝ સઈદ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી

aapnugujarat

અમેરિકામાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક ૬ લાખને પાર

editor

कोरोना वायरस : वैश्विक आंकड़ा 66 लाख के पार,3.89 लाख लोगों की मौत

editor

Leave a Comment

UA-96247877-1