Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈ હાફિઝ સઈદ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી

પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પાકિસ્તાનના માધ્યમોના જણાવ્યા પ્રમાણે હાફિઝ સઈદ દ્વારા સંચાલિત મદરેસાઓ અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર પગલા લેવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાન દ્વારા હાફિઝ વિરૂદ્ધ એક્સન લેવાનું મુખ્ય કારણ પેરિસમાં યોજાવા જઈ રહેલી ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક છે, જેમાં પાકિસ્તાનને તેના વિરૂદ્ધ સખત કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે.પંજાબ સરકારના આદેશ બાદ, રાવલપિંડી જિલ્લા પ્રશાસને હાફિઝ સાથે સંકળાયેલી જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈંસાનિયત ફાઉંડેશન દ્વારા સંચાલિત એક મદરેસા અને ચાર ડિસપેન્સરીઓ કબજે લીધી છે. ડૉન સમાચારના અહેવાલો પ્રમાણે મદરેસાની જવાબદારી ધાર્મિક સંપત્તિઓનું નિયંત્રણ કરતા ઔકાફ વિભાગને સોંપી દેવામાં આવી છે. પ્રાંતની સરકારે ગત શુક્રવારે જ ઔકાફ વિભાગને મદરેસાનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો આદેશ કર્યો હતો.જિલ્લા પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાંતીય સરકારે રાવલપિંડીમાં ચાર મદરેસાની એક યાદી જીલ્લા પ્રશાસનને સોંપી છે. જીલ્લા પ્રસાશનની ટીમો આ મદરેસાઓમાં પ્રવેશ પણ કર્યો હતો. પરંતુ જેયુડીએ આ મદરેસા સાથે તેને કોઈ પણ પ્રકારનો સંબંધ હોવાનો ઈનકાર કર્યો છે. અધિકારી વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે તપાસ માટે જીલ્લા પ્રશાસન, પોલીસ અને ઔકાફ વિભાગના એક સંયુક્ત દળની રચના કરી છે. અધિકારીએ દાવો કર્યો છે કે આવુ જ અભિયાન અટક, ચકવાલ અને ઝેલમમાં પણ ચલાવવામાં આવશે.જોકે અત્યાર સુધી પાળી પોષીને મોટા કરેલા હાફિઝ સઈદ વિરૂદ્ધ પાકિસ્તાને હાથ ધરેલી કાર્યવાહી વિષે નિષ્ણાંતોએ કહ્યું છે કે દેશભરમાં ફેલાયેલા ત્નેડ્ઢના કાર્યાલયોને નિયંત્રણમાં લેવું સરકાર માટે આસાન નહીં રહે.પાકિસ્તાને આ પગલું એવા સમયે લીધું છે જ્યારે ૧૮ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ‘ફાઈનાન્સિયલ એક્સન ટાસ્ક ફોર્સ’ (એફએટીએફ)ની બેઠક યોજાવવા જઈ રહી છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રિય મની લોન્ડ્રિંગ અને આતંકવાદને ફંડીંગ કરાનારા દેશોની યાદીમાં શામેલ કરવા અમેરિકા અને ભારત સતત પ્રયત્નશીલ છે. ૨૦૧૨માં એફએટીએફની આ યાદીમાં પાકિસ્તાનને શામેલ કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ માટે પાકિસ્તાન આ યાદીમાં રહ્યું હતું. હવે ફરી એકવાર પાકિસ્તાનને આ પ્રકારની કાર્યવાહીનો ડર સતાવી રહ્યો હોવાથી સઈફ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પાકિસ્તાન આતંકી હાફીઝ સઈદ વિરૂદ્ધ કેટલા સમય સુધી અને કઈ હદ સુધી કાર્યવાહી કરશે તેને લઈને પણ પ્રશ્ન ચિન્હ છે.

Related posts

पाकिस्तान आतंकवादियों के खिलाफ कार्रवाई करे : ईरान

aapnugujarat

पाक. ने US को दी थी आतंकी बिन लादेन की जानकारी : पीएम खान

aapnugujarat

चीन ने भी आखिरकार जो बाइडन-कमला हैरिस को अमेरिकी राष्ट्रपति चुनाव में जीत के लिए दी बधाई

editor

Leave a Comment

UA-96247877-1