Aapnu Gujarat
ગુજરાત

દિયોદરની તાલુકા પંચાયતની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે. બંને પક્ષોએ જીતના દાવા સાથે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી એડીચોટીનું જોર લગાવ્યું છે. તો બીજી તરફ ઉમેદવારો પણ મતદારોને રિઝવવા ગામડાઓ ખૂંદી રહ્યા છે. બનાસકાંઠાના દિયોદરની તાલુકા પંચાયતની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ એમ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. ભાજપ અને કોંગ્રેસે તેમના સક્ષમ ઉમેદવારો મેદાનમાં ઉતારી ચૂંટણી જીતવા કમર કસી છે. દિયોદર તાલુકામાં જિલ્લા પંચાયતની ચાર બેઠક નો સમાવેશ થાય છે. જ્યારે તાલુકા પંચાયતની ૨૨ બેઠક છે. હાલમાં તાલુકા પંચાયત ભાજપના કબજામાં છે જેને ફરીથી કબજે કરવા કોંગ્રેસે પૂરી તાકાત લગાવી દીધી છે.
બીજી તરફ ભાજપ પણ કોઇ પણ ભોગે તાલુકા પંચાયત ગુમાવવા નથી માંગતી. બંને પક્ષના ઉમેદવારો ગામડે-ગામડે સભાઓ ગજવી મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહી છે.દિયોદર તાલુકા પંચાયત ભલે ભાજપના કબ્જામાં હોય. પરંતુ કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી ભાજપને ભારે ટક્કર આપી રહી છે. તાજેતરમાં યોજાયેલી દિયોદર તાલુકા પંચાયતની બે બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત થઇ હતી. તો ભાજપનો ગઢ ગણાતી વિધાનસભા બેઠક પણ કોંગ્રેસે ૨૭ વર્ષ બાદ છિનવી લીધી છે. ગુજરાતના રાજયકક્ષાના પ્રધાન કેશાજી ચૌહાણને હરાવી કોંગ્રેસના શિવાભાઇ ભુરિયાએ બેઠક કબ્જે કરી છે.
હાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઇને બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. તેમજ આક્રમક પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે મતદારોનો મિજાજ કોની તરફ ઢળે છે તે તો ચૂંટણી બાદ જ ખ્યાલ આવશે.

Related posts

Task force for Covid-19 vaccination prepared in all 33 districts and 248 talukas of Gujarat

editor

દેલવાડા -દિયોદર થી મરતોલી પગપાળા સંઘે ચેહરમાતાના દર્શન કરી ધન્યતા અનુભવી

aapnugujarat

પાવીજેતપુરમાં ૩૫ લોકોને ક્વોરોનટાઈન કરાયા

editor

Leave a Comment

UA-96247877-1