Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૧ જુલાઈને જીએસટી ડે તરીકે મનાવવા નિર્ણય થયો

જીએસટીને અમલી બન્યાને એક વર્ષનો ગાળો પૂર્ણ થઇ ગયો છે. એક વર્ષ પહેલા એટલે કે પહેલી જુલાઈ ૨૦૧૭ના દિવસે જીએસટી વ્યવસ્થા દેશભરમાં ભારે ઉજવણી સાથે અમલી કરી દેવામાં આવી હતી. જીએસટીના પ્રથમ વર્ષના પ્રસંગે સરકાર તરફથી તમામ પ્રકારની માહિતીઓ આજે જારી કરવામાં આવી હતી. બીજી બાજુ નાણામંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, પહેલી જુલાઈને જીએસટી દિવસ તરીકે હવે ઉજવવામાં આવશે. નવા પરોક્ષ કરવેરા વ્યવસ્થાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા જીએસટી દિવસ તરીકે આને મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થા ગયા વર્ષે ૩૦મી જૂન અને પહેલી જુલાઈની અડધી રાત્રે અમલી કરવામાં આવી હતી. સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં આની શરૂઆત કરવામાં આવી હતી. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડધી રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે જીએસટી વ્યવસ્થા સત્તાવારરીતે અમલી કરવાની ગયા વર્ષે જાહેરાત કરી હતી. તે દિવસે જ્યારે લોકો ઉંઘી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રીય પાટનગ દિલ્હીમાં લોકો જાગી રહ્યા હતા. આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જીએસટી વ્યવસ્થાના પરિણામ સ્વરુપે એક રાષ્ટ્ર એક ટેક્સની વ્યવસ્થા દેશમાં અમલી બની હતી. ઇ-વે બિલની શરૂઆત થઇ હતી. પરિવહનની ચીજવસ્તુઓથી ૫૦૦૦૦ કરોડની રકમ ઉભી થઇ છે. ઇન્ટરસ્ટેટ ઇ-વે બિલ વ્યવસ્થા પહેલી એપ્રિલથી અમલી કરવામાં આવી હતી.

Related posts

FPI દ્વારા ૨૦૧૮માં કુલ ૮૩૦૦૦ કરોડ પરત થયા

aapnugujarat

Terror attack alert in Southern India : Lt Gen S K Saini

aapnugujarat

પ્રોવિડંડ ફંડ પર વ્યાજદર વધારી ૮.૬૫ ટકા કરવા ફેંસલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1