હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મને લઇને ચાહકો ભારે ઉત્સુક છે. આ ફિલ્મ ૧૯મી મેના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. શ્રદ્ધા કપુર અને અર્જૂન કપુરની જોડી જોરદાર રીતે ધુમ મચાવી શકે છે. બન્નેની કેમિસ્ટ્રી પણ જોવા જેવી છે. બાલાજી મોશન દ્વારા ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. અર્જુન કપુર અને શ્રદ્ધા કપુર હાલમાં ફિલ્મને લઇને ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે. ફિલ્મના પ્રમોશનને લઇને જુદા જુદા શોમાં પહોંચી રહ્યા છે. અર્જૂન કપુર અને શ્રદ્ધા કપુર બન્ને બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. બન્ને પાસે શ્રેણીબદ્ધ ફિલ્મો રહેલી છે. એકબાજુ અર્જુન કપુર અનિલ કપુરની સાથે મુબારકા ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. જેમાં અથિયા શેટ્ટી અને ઇલિયાના ડી ક્રુઝ પણ નજરે પડનાર છે. બન્ને સ્ટાર પોતાની રીતે તમામ તાકાત ફિલ્મ માટે લગાવી ચુક્યા છે. આ ફિલ્મનુ શુટિંગ અમેરિકાના જુદા જુદા સ્થળો પર કરવામાં આવ્યુ હતુ. ટુ સ્ટેટ ફિલ્મમાં અર્જુન કપુરની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. તે ગુન્ડે ફિલ્મમાં પણ સુપરહિટ રહ્યો હતો. અર્જુન કપુરે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત ઇશ્કજાદે મારફતે કરી હતી. આ પિલ્મમાં તેની સાથે પરિણિતી ચોપડાની પણ ભૂમિકા હતી. પરિણિતી ચોપડા પણ હવે સફળતા મેળવી લેવાની દિશામાં આગળ વધી રહી છે. હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ ૧૯મી મેના દિવસે દેશના જુદા જુદા ભાગોમાં આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. શ્રદ્ધા હાલમાં પોતાના પરિવારની સાથે રજા માણી રહી છે. અર્જુન કપુરે માહિતી આપતા કહ્યુ છે કે ફિલ્મને લઇને તે પોતે પણ આશાવાદી ફિલ્મ છે. આ ફિલ્મ તમામ લોકોને ખુબ પસંદ પડશે. કારણ કે યુવા પેઢીને ધ્યાનમાં લઇને ફિલ્મ બનાવાઇ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ