હુમા કુરેશી હાલમાં ભારે ખુશ છે. કારણ કે તેને હવે પોતાની કેરિયરની સૌથી મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. પ્રાપ્ત હેવાલ મુજબ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા સ્ટાર રજનિકાંત સાથે કામ કરનાર છે. એક્શન અને રોમાન્સથી ભરપુર આ ફિલ્મમાં હુમા કુરેશી રજનિકાંતની પ્રેમિકા તરીકે નજરે પડનાર છે. બોલિવુડની અભિનેત્રીઓ માટે રજનિકાંત સાથે કામ કરવાની બાબત એક સપના સમાન હોય છે. આ જ કારણસર રજનિકાંતની સાથે કામ કરવા માટે બોલિવુડની તમામ અભિનેત્રી તરત તૈયાર થઇ જાય છે. તેમના કરતા અડધી વયની અભિનેત્રી તેમની સાથે કામ કરવા તૈયાર થઇ જાય છે. એશ્વર્યા રાય બચ્ચન, દિપિકા, સોનાક્ષી અને રાધિકા આપ્ટે બાદ હવે આ કડીમાં વધુ એક નામ જોડાયુ છે. આ નામ હુમા કુરેશીનુ છે. હુમા કુરેશી આ તક ઝડપી લીધા બાદ ભારે ખુશ છે. નવ વર્ષના લાંબા ઇન્તજાર બાદ સોમવારના દિવસે પોતાના ચાહકો સાથે મુલાકાત દરમિયાન રજનિકાંતે પોતે કહ્યુ હતુ કે તેઓ નિર્દેશક પા રંજિતની એક ફિલ્મમાં કામ કરવા માટે જઇ રહ્યા છે. જે ફિલ્મનુ શુટિંગ ૨૮મી મેના દિવસથી હાથ ધરવામાં આવનાર છે. રોમાન્સ અને એક્શનથી ભરપુર આ ફિલ્મમાં હુમા કુરેશી તેમની સાથે નજરે પડનાર છે. તે ફિલ્મમાં રજનિકાંતની પ્રેમિકા તરીકે દેખાશે. ફિલ્મને લઇને હુમા ભારે ખુશ છે. તે ટુંક સમયમાં ફિલ્મની તૈયારી હાથ ધરનાર છે. ફિલ્મને ધનુષ પ્રોડ્યુસ કરનાર છે. તે છેલ્લે અક્ષય કુમારની સાથે જોલી એલએલબી-૨ ફિલ્મમાં નજરે પડી હતી. પોતાના ભાઇ સાકીબ સાથે પણ તે એક ફિલ્મમાં કામ કરી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ