Aapnu Gujarat
ગુજરાત

પત્નીએ કલાકોમાં જ પતિને પરસ્ત્રી સાથે બે વાર પકડયો

અમદાવાદ શહેરમાં શિવરંજની વિસ્તારમાં આવેલા પોતાના જ ઘરમાં વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણી રહેલા બિઝનેસમેન પતિને ખુદ તેની પત્નીએ જ પોલીસની મદદથી રંગેહાથ ઝડપી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે, પત્નીએ પોતાના બિઝનેસમેન પતિને ૧૨ કલાકમાં જ બે વાર પરસ્ત્રી સાથે ઝડપી લેતાં આ પતિ, પત્ની અને વોના આ ફેમીલી ડ્રામાથી પોલીસ પણ દોડતી રહી હતી. પત્નીએ પોલીસ સાથે મળી રેડ કરતાં તેનો પતિ રંગેહાથે ઝડપાઇ ગયો હતો. પતિની સાથેની યુવતી થાઇલેન્ડની હોવાનું જાણવા મળ્યું હતું.પતિ, પત્ની અને વોના આ ફેમીલી ડ્રામાની પ્રાથમિક વિગતો એવી છે કે, શિવરંજની વિસ્તારમાં સાથ સંગાથ એપાર્ટમેન્ટમાં એક બિઝનેસમેન પોતાની પત્ની અને એક બાળક સાથે રહે છે. બંનેએ બે વર્ષ પહેલાં લવમેરેજ કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં પત્ની રિસાઇને પિયર જતી રહી હતી. બીજીબાજુ, પતિની કરતૂતોની વાકેફ તેની પત્નીએ પતિ પર વોચ રાખી હતી અને યોગ્ય સમય અને તકની રાહ જોતી હતી. આજે એ સમય આવ્યો અને પત્નીએ સેટેલાઇટ પોલીસની મદદથી અચાકન જ રેડ પાડી પોતાના પતિને રંગેહાથ પરસ્ત્રી સાથે ઝડપી લીધો હતો. પતિ છેલ્લા ૪ મહિનાથી આ યુવતી સાથે સંપર્કમાં હોવાનો અને તેની સાથે સંબંધો બાંધ્યા હોવાનો દાવો પત્ની કર્યો હતો. જ્યારે પત્નીએ પોલીસ સાથેની રેડ પાડી ત્યારે વિદેશી યુવતી અને બિઝનેસમેન કઢંગી હાલતમાં હતા એક તબક્કે પોલીસને શરમાઇને ભાગી રહેલી વિદેશી યુવતીને જણાવ્યું હતું કે, ‘કપડે તો લે લો.’ પત્નીએ માત્ર ૧૨ કલાકના ગાળામાં જ પોતાના પતિને બે વખત રંગરેલિયા મનાવતાં ઝડપી લીધો હતો. પત્નીએ જણાવ્યું હતું કે, તે તેના પતિ વિરૂધ્ધ આ સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી કરશે. તે ચાર મહિનાથી તેના પતિથી અલગ રહે છે પરંતુ તેનો પત્ની તેને મારઝુડ કરી ત્રાસ આપતો હતો અને અવારનવાર પરસ્ત્રીઓ સાથે સંબંધ રાખતો હતો, તેથી કંટાળી ગઇ હતી. બીજીબાજુ, પતિ તરફથી આક્ષેપ કરાયા હતા કે, તેની પત્ની આ બધુ પૈસા માટે કરી રહી છે. મારી પત્ની મારા પરિવાર સાથે સંબંધ રાખવા માંગતી નથી, જે છોકરી છે, તે મારી ફ્રેન્ડ છે. પતિએ મેડિકલ ચેકઅપ માટે પણ તત્પરતા દાખવી હતી.

Related posts

गुजरात में स्वाइन फ्लू से और ८की मौत : चिंताजनक स्थिति

aapnugujarat

“દાદા-દાદીના દોસ્ત” અભિયાન અંતર્ગત નિ:સંતાન અને જરૂરિયાતમંદ સીનીયર સીટીજનોને રાશનકીટનું વિતરણ

editor

પ્રયુષણ મહાપર્વ નિમિતે અર્હમ યુવા સેવા ગ્રુપ સેવાકીય કામગીરી

editor

Leave a Comment

UA-96247877-1