Aapnu Gujarat
બ્લોગ

વધતી વયના લક્ષણો અટકાવી રહો સદાકાળ યુવાન

સદાકાળ યુવાન રહેવાની ઈચ્છા દરેકને હોય છે. પણ ક્યારેક તમારી ત્વચા પરથી તમારી ઉંમર અંગેની અટકળ લોકો લગાડે છે. તો ક્યારેક એવું બને છે કે કોઈ તમારી વય હોય એ કરતા વધુ હોવાનું અનુમાન કરે છે. જોકે કેટલીક ટિપ્સ અજમાવીને વધતી ઉંમરને અટકાવી શકાય છે. અને ત્વચાને તરોતાજા અને ચમકિલી રાખીને વય કરતા નાનું દેખાવું સરળ છે. પૌષ્ટિક અને સંતુલિત આહાર શૈલી ડાયેટેશિયનોનું કહેવું છે કે ઓછી વય હોવા છતાં અધિક વય દેખાવવાનું મુખ્ય કારણ જંકફુડ છે. નિયમીત ધોરણે જંકફુડ ખાવાથી શારીરિક સ્વાસ્થ્ય ખોરવાઈ જાય છે. પરિણામે ત્વચા નિર્જીવ અને ફિક્કી પડવા લાગે છે. આજનો યુવાવર્ગ પિઝ્‌ઝા, પાસ્તા, નુડલ્સ આરોગે તો છે સાથે જ કસરત કે શારીરિક પ્રવૃત્તિ કરવાનું ટાળે છે. જે તેમને અકાળે વૃધ્ધ બનાવે છે. તમારી આ લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવો. અને ભુખ લાગે ત્યારે આચર કુચર ખાવાની આદત છોડી દો. બબ્બે કલાકના અંતરે થોડું થોડું અને પૌષ્ટિક આહારનું સેવન કરો. આ ઉપરાંત તમને જેટલી ભુખ લાગી હોય એના કરતાં થોડું ઓછું ખાવાનું રાખો. ઋતુ પ્રમાણે ફળફળાદી અને શાકભાજીઓનું સેવન અવશ્ય કરો. આ સિવાય ત્વચાને તરોતાજા અને યુવાન રાખવા માટે નિયમિત પાણી પીતા રહો. શરીરમાં પાણીની અપુર્તિના કારણે ૩૫ની ઉંમરની વ્યક્તિ ૪૦ થી ૪૫ વયની દેખાય છે. ફળો ખાવ અને યુવાન રહો ત્વચાને સદાકાળ યુવાન રાખવા માટે તમારું સ્વસ્થ હોવું જરૃરી છે. કોઈ ત્વચા બીમાર, થાકેલી અને અકાળે વૃધ્ધ ત્યારે જ દેખાય છે. જ્યારે તમારા શરીરમાં પોષક તત્ત્વની ઉણપ હોય. આવી સ્થિતિમાં પૌષ્ટિક અને સંતુલિત આહારની મદદથી વધતી ઉંમરનાં લક્ષણોને રોકી શકાય છે. જોકે આજકાલ ત્વચાને સુંદર બનાવવા માટે કોસ્મેટિક સર્જરીનો સહારો લેવામાં આવે છે. પણ આમ કરવું યોગ્ય નથી. નૈસર્ગિક રીતે ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવો. ડાયટેશિયનો કહે છે કે ફળોમાં મોટા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ સુંદર બનાવે છે.
દૈનિક આહારમાં ફળોનો સમાવેશ કરવાથી ત્વચા પર નિખાર આવે છે. ફળોમાં રહેલ મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી, આર્યન, બીટા કેરોટીન અને ફોલિક એસિડ હોય છે. જે ત્વચાને તરોતાજા અને યુવાન રાખવામાં મદદ કરે છે. ખાદ્ય ફળ જેવા કે લીંબુ અને સંતરામાં રહેલ વિટામીન સી કોલોઝોન બનાવવામાં મદદ કરે છે અને કોલોઝોન ત્વચા માટે પ્રોટિન બનાવે છે. જેનાથી ત્વચા અકાળે વૃધ્ધ થતા અટકે છે. ધુમ્રપાન અને આલ્કોહોલથી અંતર જાળવો ધુમ્રપાન અને આલ્કોહોલના સેવનની સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. ધુમ્રપાન કરવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે, ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને શરીરમાંથી વિટામીન સીનું સ્તર ઓછું થઈ જાય છે. જો કે આ પ્રકારના વ્યસની લોકોએ દરરોજ ઓછામાં ઓછી બે કલાક કસરત કરવી જરૃરી છે. નહીં તો તેઓ વાસ્તવિક વય કરતા બાર વર્ષ વધુના દેખાય છે. અથવા તો બાર વર્ષ ઓછું જીવે છે. વ્યાયામને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો આજનો યુવાવર્ગ એક જ જગ્યા પર બેસીને કલાકો સુધી કામ કરે છે. જેના કારણે કમરનો કે સાંધાનો દુઃખાવો થવાની શક્યતા રહે છે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે કસરત કરીને અકાળે આવતા વૃધ્ધત્વને ટાળી શકાય છે. સાથે જ જંકફુડના દુઃપ્રભાવથી પણ બચી શકાય છે. સામાન્ય રીતે તમે એક દિવસમાં જેટલો કેલરીયુક્ત ખોરાક લો છો એ કેલેરીને બર્ન કરવી પણ જરૃરી છે. જેનો સૌથી સરળ અને ઉત્તમ વિકલ્પ નિયમિત કસરત જ છે. નિયમિત ઊંઘ આ વાત તો વૈજ્ઞાાનિકો ઘણી વખત સાબિત કરી ચૂક્યા છે કે સાતથી આઠ કલાક કરતા ઓછી ઊંઘ લેવાથી ચયાપચયની પ્રક્રિયા પર અસર પડે છે. તેમજ ત્વચા પણ નિસ્તેજ થઈ જાય છે અને તમે તમારી વય કરતા વધુ વયના દેખાવ એ સ્વાભાવિક છે. જ્યારે પૂરતી માત્રામાં ઊંઘ લેવાથી ત્વચામાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે અને ત્વચાને ફાયદો પહોંચે છે જો કે પૂરતાં પ્રમાણમાં ઊંઘ ન લેવાથી આંખ નીચે ડાર્ક સર્કલ, શારીરિક અને માનસિક થાક અને ત્વચા રુક્ષ થઈ જાય છે. આમ નિયમિત સાત થી આઠ કલાકની ઊંઘ એક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ જ છે. ચિંતા મુક્ત રહો નેધરલેન્ડના વૈજ્ઞાાનિકોએ કરેલા સંશોધનના તારણ મુજબ જે લોકો સતત ચિંતા ગ્રસ્ત રહે છે તેઓના સ્વાસ્થય પર અવળી અસર પડે છે. ટેન્શન અને ચિંતાના કારણે ચહેરો પણ નિસ્તેજ થઈ જાય છે. એટલા માટે જ ક્રોધ, ચિંતા, તાણ, ભય, ગભરામણ, ચિડચિડિયાપણું અને ઈર્ષ્યા જેવી ભાવનાઓનો ત્યાગ કરો અને હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરો અને તમારી ઉંમરને તમારા પર હાવી થતા રોકો.

Related posts

ચીનમાં દર પાંચમાં દિવસે એક અબજોપતિ બને છે : અહેવાલ

aapnugujarat

અમેરિકનો પણ પ્રદૂષણના મોટા ઉત્સર્જક

aapnugujarat

ધુળેટી : જીવનમાં રંગોનું પર્વ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1