Aapnu Gujarat
બ્લોગ

અમેરિકનો પણ પ્રદૂષણના મોટા ઉત્સર્જક

સૌથી વધુ પ્રદૂષણની વાત અને પર્યાવરણને બચાવવાની વાત અમેરિકા કરે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સરેરાશ અમેરિકી વ્યક્તિ વર્ષે ૧૮ ટકા કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્સર્જન કરે છે. જો તમારા કોઈ મિત્રો અમેરિકામાં રહેતા હોય અને ભારતના પ્રદૂષણ વિશે તમને સલાહ આપતા હો અથવા ભારતમાં આવીને પ્રદૂષણની વાત કરતા હોય તો તમે તેમને આ વાત કરી તેમનું મોઢું બંધ કરાવી શકો છો.તમે તેમને કેટલીક સલાહો પણ આપી શકો છો કે તેઓ પોતાની રીતે પર્યાવરણને બચાવવા શું કરી શકે છે. આ સલાહો તમને આ લેખમાંથી મળી રહેશે.સૌથી પહેલાં તો ટ્રાન્સ્પૉર્ટેશનની વાત. સરેરાશ અમેરિકનના કાર્બન ડાયૉક્સાઇડના ઉત્સર્જનમાં ૨૮ ટકા હિસ્સો ટ્રાન્સપૉર્ટેશન રોકે છે. જો એક વ્યક્તિ દરરોજ કામ કરવા ૩૦ માઇલ રાઉન્ડ ટ્રિપ કરે તો તે વર્ષે ૭,૮૦૦ માઇલ ડ્રાઇવ કરે છે. આથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો સરળ રસ્તો એ છે કે અમેરિકી લોકો સારા ગેસ માઇલેજ વાળી કાર પસંદ કરે.
તેનાથી તે કારના આયુષ્યમાં અંદાજે ૪,૫૦૦ ગેલન ગેસ બચાવી શકશે. જો તે પ્રતિ ગેલન ૨૦ માઇલ જતી કારના બદલે ૪૦ માઇલ પ્રતિ ગેલન જતી કાર પસંદ કરે અને જો તે સરેરાશ માત્રામાં ડ્રાઇવ કરે તો તે વર્ષે ૪ ટન કાર્બન ડાયૉક્સાઇડ ઉત્સર્જિત થતો બચાવશે.૮૪ માઇલની રેન્જવાળી ઇલેક્ટ્રિક કાર ચલાવવાથી આ જ કદની ગેસથી ચાલતી કારની સરખામણીમાં ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો થાય છે તેમ વૈજ્ઞાનિકો કહે છે.આ ઉપરાંત ઘરમાં હિટિંગ અને કૂલિંગનાં ઉપકરણો સરેરાશ ૧૭ ટકા ઉત્સર્જન કરે છે.પ્રૉગ્રામેબલ થર્મોસ્ટેટ વાપરવાથી વ્યક્તિ ૧૫ ટકા બચાવી શકે છે તેમ વરિષ્ઠ એનર્જી એનાલિસ્ટ જૉન રૉજર્સનું કહેવું છે. તમે પ્રૉગ્રામ કરો, સેટ કરો અને ભૂલી જાવ. તમે જો તેને ચાલુ ને ચાલુ રાખો તે કરતાં આ રીતે કરશો તો ઘણું બધું ઉત્સર્જન અટકાવી શકશો. પ્રૉગ્રામેબલ થર્મોસ્ટેટથી વર્ષે સરેરાશ ૧૮૦ ડૉલરની બચત થઈ શકે છે.હવા લીક થતી હોય તો તેનાથી પણ છૂટકારો મેળવવો પડે. દરવાજા, બારી અને દીવાલ આસપાસ તિરાડો કે છિદ્રો હોય જેમાંથી હવા લીક થતી હોય તો તેને સીલ કરી દેવી જોઈએ.
તેનાથી હીટિંગ કે કૂલિંગની ઊર્જાના નુકસાનમાં ૧૫થી ૨૫ ટકા બચત થશે અને વર્ષે ૨૭૫ ડૉલર જેટલી બચત પણ થશે. રૉજર્સ કહે છે કે આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી દરેક વ્યક્તિ કાર્બન ઉત્સર્જન પર ઘણી નોંધપાત્ર અસર સર્જી શકે છે. આપણી ગુજરાતીમાં પણ કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય.
આ ઉપરાંત સ્વચ્છ, પુનઃપ્રાપ્ય ઊર્જાનો સ્રોત, પૃથ્વીમાંથી ઉત્પન્ન થતો અને સંગ્રહિત થતો તેવા જીયોથર્મલ એનર્જી તરફ વળવાથી પણ એક વ્યક્તિ એનર્જીના ખર્ચમાં ૭૦ ટકા બચાવી શકે છે. તેનાથી ઇલેક્ટ્રિક બિલમાં ૨૦૦ અથવા ૩૦૦ ડૉલરનો ઘટાડો કરી શકાય છે.જીયોથર્મલ પાવર ઘરને ગરમ કરવા અથવા ઠંડું કરવા પૃથ્વીની અંદર સતત (કન્સિસ્ટન્ટ) તાપમાન વાપરે છે જે પરંપરાગત પ્રણાલિ કરતાં વધુ અસરકારક, પોષણક્ષમ અને લાંબું ચાલનારી છે.
અમેરિકાના જ્યૉર્જિયામાં ફાયેટ્ટેવિલેનો શહેરી સમાજ પહેલો પૂર્ણ રીતે જીયોથર્મલ એનર્જી વાપરનાર કમ્યૂનિટી બની ગયો છે. તેમાં દરેક ઘરમાં પરંપરાગત પ્રણાલિના બદલે જીયોથર્મલ હીટ પમ્પથી સજ્જ થશે.પરંપરાગત પ્રણાલિ ઘરમાં ઊર્જાનો સૌથી વપરાશ કરતું હોય તો તેના બદલે હવે જીયોથર્મલ એનર્જી પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે, તેમ નિષ્ણાતો માને છે. પીનવૂડ ફૉરેસ્ટના પ્રમુખ રોબ પાર્કર કહે છે કે જીયોથર્મલ એનર્જી પરંપરાગત પ્રણાલિનો જવાબ છે. પૃથ્વી અને ઊર્જા જે તેમાંથી આવે છે તેનો ઉપયોગ કરીને તમારા ઘરને ઠંડું કરવું નોંધપાત્ર છે. જ્યારે પરંપરાગત પ્રણાલિ માત્ર ૧૨ વર્ષ જ ચાલે છે ત્યારે જીયોથર્મલ પાવર ૫૦ વર્ષ કરતાં વધુ ટકે છે. એકવીસમી સદીને ઉબરેં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે.
પર્યાવરણની જાળવાણે! ભૂતકાળમાં ક્યારેક નહોયતી થએ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેલ વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ભલભલા માંધાતાઓની પણ ઉંઘ હરામ કરી દીધી છે. ભોપાલ ગેસ હોનારત તો જેની આગળ ચટણી જેવી ગણાય. એવી ભયંકર હોનારતો મહાસત્તાઓના ઘરઆંગણે બની રહી છે. અને એનો સિલસિલો કયાં સુધી લંબાશે અને કોને હડપ કરી જશે એ કોઈ જાણતું નથી.
વીસમી સદીમાં એવું તે શું બન્યું કે પર્યાવરણની જાણવણી માનવહસ્તી માટે એક પડકાર બનીને ઉભી થઈ ગઈ ? આવો પ્રશ્ન થાય એ સ્વભાવિક છે. આ કોઈ કુદરતસર્જિત આપત્તિ નથી. માનવસર્જિત આફત છે. એટલું તો સૌ કોઈ સમજે છે કેમ કે આ તો હાથના કર્યા જ હૈયે વાગ્યા છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની અભૂતપૂર્વ સિદ્ધિઓની ફુલાઈ ગયેલા માનવીએ કુદરતને નાથવાના અને સંપત્તિની જમાવટ કરીને ભૌતિક-દૈહિક સુખ ભોગવવાના જે ખતરારૂપ અખતરા કર્ય તેન એ લીધે જ પ્રદૂષણનો ધોધ છૂટયો ; જેણે પર્યાવરણનું પાવિત્ર્ય છિન્નભિન્ન કરી નાખ્યું. એટલું જ નહી, કુદરતી સમતુલાને એટલી હદે ખોરવી નાખી કે, એકબીજાને આધારે ટ્‌કતી-નભતી જીવંત સૃષ્ટિની જીવનશૈલી પ્રદૂષિતને કલુષિત થતાં. હવા-પાણી અનાજ શાકભાજી બધું જ અશુદ્ધ અને જંતુયુક્ત બની જતાં. માનવીના આયુષ્ય અને આરોગ્ય માટે ભયંકર ખતરો ઉભો થયો. પશુ, પક્ષી,સમુદ્રજીવન, વૃક્ષ-વનસ્પતિ બધું હ હું ભોગવું તેમ ભોગવાય એવા મિથ્યા ખ્યાલમાં રાચતા માનવીના હાથમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું અમોઘ શસ્ત્ર આવ્યું અને એણે ટર્બાઈન પંપની સહાયથી ભૂગર્ભ જળની અને ખનિજ તેલની રાશિને અનિતયંત્રિત રીતે ઉલેચવા માંડી.
કારખાના અને વસવાટની જંગી ભૂખ સંતોષવા તોતીંગ વૃક્ષો ધરાશાયી કર્યા. રાસાયણિક ઉદ્યોગની જડીબુટ્ટી હાથ આવી એટલે રાક્ષસી જદના કારખાના નાખ્યા આ કારખાનાએ સલ્ફર ડાયોક્સાઈડ માંડી અનેક ઝેરી ગેસ ઓકવા માંડ્યા એટલું જ નહિ , રોજનું અબજો ગેલા પાણી વાપરી વાપરીને, અશુદ્ધ થયેલા દૂષિત જળ કયાંક સમુદ્રમાં, કયાંક સરોવરમાં, કયાંક નદીમાં, કયાંક કોતરમાં તો , કયાંક ખાણોમાં પડતરોમાં ઠાલવવા માંદ્યા. આ ઉચ્છિષ્ટ, અપેય, અનુપયોગી જળની સાથે રસાયણોનું મિશ્રણ પર ઠલવાતું ગયું. પરિણામે નદી, સરોવર, સમુદ્રના પાણી એવા વિનાશક થયા કે યુગોથી જે વિઘાતક અસર થઈ એના આંકડા જો પ્રગટ થાય તો એ વાંચીને જ કઈકના હાર્યફેઈલ થઈ જાય!
આજના સ્વાથી માણસો પોતાને માટે મોજશોખની વસ્તુઓ મેળવવા પાર્યવરણો નાશ કરે છે. દંતૂશૂળ મેળકકા તે હાથીઓનો શિકાર કરે છે. પીંછા મેળવવા મોરએ મારી નાખે છે. મુલાયમ રૂવાંટીવાળાં પર્સ બનાવવા તે સસલાંને રહેંસી નાખે છે. ઘરનું રાચરચીલું બનાવવા તે આડેધડ વૃક્ષો કાપે છે. આમ, માનવી પોતે જ પર્યાવરણની સમતુલાને જોખમમાં મૂકી રહ્યા છે.અંતે તો, પર્યાવરણની જાળવણીના તાતકાલિક અમલમાં આવે એવા બે ઉપાયો યોજવા
વિશ્વ પર્યવારણ દિવસ પ્રતિજ્ઞા લેવાઈ છે; ૧. ઓદ્યોગિક પ્રદૂષણ રોકવું અને ૨. કુદરતે જન્માવેલી વનશ્રી, જળસંપત્તિ પ્રાણજીવનને નષ્ટ્‌પ્રાય થતું અટકાવવું. તેના અમલીકણ માટે કેવળ સરકાર કે સરકારી તંત્ર જ નહિ એકએક જાગૃત નાગરિક આગળ આવે તો જ આપણે પર્યાવરણની જાણવળીનો યક્ષપ્રશ્ન ઉકેશી શકીએ. દુનિયાભરના ૯૫ દેશોના તેરસોથી વધુ વૈજ્ઞાનિકોએ વર્ષોના અભ્યાસ પછી એક રિપોર્ટ તૈયાર કર્યો. જેમા કહેવામાં આવ્યુ કે દુનિયામાં વધી રહી માનવીય ગતિવિધિયોથી ખાસ કરીને ગરીબ દેશોના આર્થિક અને સામાજિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડે રહી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયાભરમાં જંગલ વિલુપ્ત થઈ રહ્યા છે.
જલવાયુ પરિવર્તનને કારણે વધી રહેલ તાપમાન અને પ્રદૂષણતેહે પ્રાકૃતિક સંતુલન બગડી રહ્યુ છે. જેના કારણે વિકાસ પ્રભાવિત થઈ રહ્યો છે. આ અભ્યાસને સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનને શરૂ કર્યો, જેને મિલેનિયમ ઈકો સિસ્ટમ એસેસમેંટ નામ આપવામાં આવ્યુ હતુ. આ રિપોર્ટ તૈયાર કરવામાં ૯૫ દેશોના તેરસોથી વધુ શોધકર્તાઓએ ભાગ લીધો. આ હજુ સુધીની પ્રથમ આટલી મોટી તક છે જેમા આટલી મોટી સંખ્યામાં પર્યાવરણ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હોય.આ દળે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે માનવીય ગતિવિધિયોએ પ્રકૃતિની દુનિયાને એવુ નુકશાન પહોંચાડ્યુ છે જ એની ભરપાઈ નથી કરી શકાતી. લંડનની રોયલ સોસાયટીમાં મિલેનિયમ ઈકો સિસ્ટમ એસેસમેંટના નિદેશક ડોક્ટર વોલ્ટર રીઢ કહે છે – ચોક્ક્‌સ રૂપે આ એક એવો મુદ્દો છે જેના વિશે આપણે સાવધ રહેવુ જરૂરી છે. રિપોર્ટનુ તાત્પર્ય એ છે કે જે પ્રાકૃતિક સંસાધનો પર આપણે નિર્ભર છીએ તેમા ૬૦ ટકા ક્ષીણ થઈ ચૂકી છે. આ ચિંતાજનક વાત છે. જેનાથી પણ વધુ ચિંતાનો વિષય એ છે કે જે કારણોસર આ ક્ષીણ થઈ રહી છે એ સતત વધી પણ રહ્યા છે.રિપોર્ટના મુજબ ખેતીવાડી માટે જમીનનો ઉપયોગ વધી રહ્યો છે. જેનાથી પાણીનો પુરવઠો ઘટી રહ્યો છે અને આ પરિવર્તનોથી આ સદીના વિકાસના લક્ષ્યોને મેળવવામાં મુશ્કેલી પડશે. આ લક્ષ્યોમા એક એ પણ છે કે વર્ષ ૨૦૧૫ સુધી દુનિયામાં બધાને ખાવા પીવાનુ મળી શકે. રિપોર્ટમા એ પણ બતાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે કે માનવીય ગતિવિધિયોની શુ કિમંત આર્થિક વિકાસને ચુકવવી પડી રહી છે ? રિપોર્ટ બતાવે છે કે ખેતીવાડીથી ગ્રીન હાઉસ પ્રભાવવાળી ગેસનો સ્ત્રાવ વધી રહ્યો છે. જલ પ્રદૂષણ પણ વધી રહ્યુ છે અને ભૂ ક્ષીણ થઈ રહ્યુ છે.પૃથ્વી દર વર્ષે ખરબો રૂપિયા બરાબરની સંપત્તિ માનવીને આપે છે જેમા તાજુ પાણી, શુધ્ધ હવા, અનાજ અને માછલીઓ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ માનવીય ગતિવિધિયોને કારણે આ સંપત્તિના લગભગ બે તૃતીયાંશ ભાગ બરબાદ થઈ ગયો છે. જેમા ફળદ્રુપ જમીન, વન, ઘાસવાળી જમીન અને સમુદ્રા સપત્તિનો સમાવેશ થાય છે. રિપોર્ટના લેખકોનુ કહેવુ છે કે માનવ જે કાંઈ કરી રહ્યો છે તેને આર્થિક પાગલપનની સંજ્ઞા આપી શકાય છે. તેમણે ચેતાવણી આપી છે કે આની સૌથી ખરાબ અસર ગરીબ દેશો પર પડશે.

Related posts

”એક સુંદર સમજણ”

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

બકાના ગતકડાં : વ્રતનું જાગરણ

editor

Leave a Comment

UA-96247877-1