Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ રિવરફ્રન્ટ પર ફેઝ-૨ તૈયાર કરવાની જાહેરાત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રીવરફ્રન્ટ ફેઝ-૨ તૈયાર કરવાનુ નક્કી કરવામા આવ્યુ છે અને આ માટે ડ્રાફ્ટ પણ તૈયાર કરાયો છે ત્યારે રીવરફ્રન્ટ ફેઝ વનમાં એવી કેટલીય બાબત છે જે પૂર્ણ થઇ નથી. અમદાવાદ મહાનગરપાલિકા વચન પાલન કરવામાં નીષ્ફળ ગઇ છે.અમદાવાદ મહાનગરપાલિકા જેના ગુણગાન ગાય છે તેવા રીવરફ્ર્‌નટ પર ફેઝ વનમાં વિવિધ આકર્ષણો ઉભા કરવાની વાત કરવામા આવી હતી પરંતુ તેમાથી મોટા ભાગના કાગળ પર રહેલા છે. થોડા દિવસ પહેલા મળેલી રીવરફ્રનટ બોર્ડ મીટીંગમા ફેઝ ટુ અંગે ચર્ચા કરવમા આવી. પાણીનો વીયર, નહેરુબ્રિજ પાસે બને તરફ સાડા પાંચ કિલોમીટરના પટ્ટામાં હેરિટેજ પાર્ક, આર સી સી રોડ, જેવા ફેઝ ટુના વિવિધ આકર્ષણો અંગે પણ ચર્ચા કરવામા આવી. ફેઝ ટુ અંતરગત ૮૫૦ કરોડનો ખર્ચ થશે ત્યારે ફેઝ વનના ધણા આકર્ષણો માત્ર લોલીપોપ સાબિત થયા છે. ફેઝ વનના બાકી પ્રોજેક્ટ પર નજર કરીએ તો.દસ હજાર ચોરસ મીટર જગ્યામા વિશાળ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાની વાત કરી હતી જે પુર્ણ થઇ નથી.કોર્પોરેશન દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ ખાતે લંડન આઇનો પ્રોજ્કટ કરવાની જાહેરાત કરવામા આવી હતી. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેસન સંચાલિત સાબરમતી રીવરફ્ર્‌નટ ડેવલપમેન્ટ કપંની દ્વારા રીવરફ્રન્ટના કીનારે એન આઇ ડીના પાછળના ભાગે ૨૦ હજાર ચોરસ મીટર જેટલી જમીન સલોરિયા આર્કીટેક્ટને આપવાનો લેટર ઓફ ઇન્ટેન્ટ ઇસ્યુ કરેલ , છતા હજી કોઇ પ્રપોઝલ આપવામા આવી નથી. લેટર ઓફ ઇનટ્‌ન્ટનો ઉપયોગ કરી કંપની દ્વારા કોભાંડ થયા હોવાનો આક્ષેપ પણ વિપક્ષ દ્વાર કરવામા આવ્યો હતો.અ.મ્યુનિસિપલ કોર્પોરેશને પીપીપી ધોરણે પાણીમા ચાલતી એમ્ફીબીયસ શરુ કરવાનો નીર્ણય કર્યો.૨૫ લાખની બસ ચીન થી અમદાવાદના આંગણે આવી ગઇ પણ તેમા ટેકનીકલખામી હોવાને કારણે હારીથાકીને તેને પરત મોકલવામા આવી. એટલે કે ચાઇનીઝ બસ તકલાદી નીકળી.વિદેશમા જોવા મળતી ફોલોટીંગ રેસ્ટોરા પીપીપી ધોરણે શરુ કરવાની વાત વર્ષોથી કરાય છે એકવાર ગોવાની પાર્ટીને તેનો કોનટ્રાક્ટ આપવામા આવ્યો પણ ગોવાની કંપનીને આ કામ માટે રસ દાખ્યો નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફલોટીગ રેસ્ટોરામા ૩૦૦ લોકો એક સાથે ભોજન લઇ શકવાની સાથે મીટીંગ માટે પણ તે ભાડે રાખી શકવાની જાહેરાત કરવામા આવી હતી. ફલોટીંગ રેસ્ટોરા ઉપરાતં તેમા પાર્ટીહોલ મ્યુઝીકલ શો, વાયરલેશ ઇન્ટરનેટની પણ સુવિધા લોલીપોપ સાબિત થઇ છે.આ અંગે કોર્પોરેશનનુ કહેવુ છે કે ધણા પ્રોજેક્ટ એવા છે જે અઁગે કોઇને કોઇ કારણસર કામગીરી કરી શકાઇ નથી પરંતુ તેના બદલે અન્ય આકર્ષણો ઉભા કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.રીવરફ્રન્ટ પ્રોજેક્ટ વડા પ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેની પાછળ કોર્પોરેશન કરોડોનો ખર્ચ કરે છે. ફેઝ વનના કેટલાક આકર્ષણો પુર્ણ થયા નથી ત્યારે ફેઝ ટુના કામો પુર્ણ થશે કે કેમ તે જોવુ રહ્યુ.

Related posts

રાજ્યમાં સ્વાઈનફ્લુથી વધુ ચારનાં મોત

aapnugujarat

વડોદરાઃ કેરીના વેપારીઓ પર આરોગ્યના દરોડા, ૧૨૦૦ કિલો કેરીનો નાશ

aapnugujarat

વડાલી માર્કેટયાર્ડમાં ૮૧ લાખ કિલો કપાસની આવક

editor

Leave a Comment

UA-96247877-1