Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકારે લીધો નિર્ણય ૧લી જૂનથી ‘બેકાર’ થઈ જશે આધાર

યુઆઇડીએઆઇએ આધારમાં કેટલાક જરૂરી બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. યુઆઇડીએઆઇએ વર્ચુઅલ આઇડીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હવે તમામ સેવાઓ અને સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર આપવાની જરૂર નહી રહે. હવે સરકાર આધાર વર્ચુઅલ આઇડીનો ઉપયોગ કરવાને પ્રોત્સાહન આપશે. આ તમામ પગલાં આધારની માહિતીને સુરક્ષિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. જોકે ૧ જૂનથી તમારું આધાર બેકાર થઇ શકે છે. જી હા, આધાર બેકાર થવાનો મતલબ એ નથી કે તમારું આધાર વેલિડ નહી રહે. પરંતુ તેનો ઉપયોગ ‘ભાગ્યે’ જ કરવામાં આવી શકે છે. કારણ કે, હવે આધારની જગ્યાએ આધાર વર્ચુઅલ આઇડી લઇ લેશે.પરંતુ શું છે આ વર્ચુઅલ આઇડી? શું છે તેનો ફાયદો? સમાન્ય જનતા આ આઇડીને ઉપયોગ કઇ રીતે કરી શકશે? કઇ રીતે જનરેટ કરવામાં આવશે આ આઇડી? આ તમામ સવાલોના જવાબ અમે તમને આપીશું.આધાર વર્ચુઅલ આઇડી એક પ્રકારનો ટેમ્પરરી નંબર છે.આ આઇડીમાં ૧૬ અંકનો ટેમ્પરરી નંબર હશે. જો તેને આધારનો ક્લોન કહેવામાં આવે તો ખોટું નથી. તેમાં કેટલીક જ માહિતી હશે. યુઆઇડીએઆઇ યૂઝર્સને દરેક આધારનો એક વર્ચુઅલ આઇડી તૈયાર કરવાની તક આપશે. જો કોઇને ક્યાંય પોતાના આધારની માહિતી આપવી છે તો તે ૧૨ આંકડાના આધારની જગ્યાએ ૧૬ આંકડાનો વર્ચુઅલ આડી આપી શકે છે. વર્ચુઅલ આઇડી જનરેટ કરવાની સુવિધા ૧ જૂનથી અનિવાર્ય થઇ જશે.આધાર વર્ચુઅલ આઇડીને યુઆઇડીએઆઇના પોર્ટલ પરથી જનરેટ કરી શકાશે. આ એક ડિજીટલ આઇડી હશે. આધાર હોલ્ડર તેને ઘણી વખત જનરેટ કરી શકે છે. હાલના સમયમાં વર્ચુઅલ આઇડી ફક્ત એક દિવસ માટે માન્ય હોય છે. તેનો અર્થ એ થયો કે એક દિવસ બાદ આધાર હોલ્ડર આ વર્ચુઅલ આધાર આડીને ફરીથી જનરેટ કરી શકે છે. તેને ફક્ત યુઆઇડીએઆઇની વેબસાઇટ પરથી જનરેટ કરી શકાય છે.

વર્ચુઅલ આઇડી જનરેટ કરવા માટે યુઆઇડીએઆઇના હોમપેજ પર જાઓ.
હવે પોતાનો આધાર નંબર નાખો. ત્યારબાદ સિક્યોરિટી કોડ નાખો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
જે મોબાઇલ નંબરથી તમારો આધાર રજિસ્ટર્ડ હશે. તેના પર ઓટીપી આવશે.
ઓટીપી નાખ્યા બાદ તમને નવું વર્ચુઅલ આઇડી જનરેટ કરવાનો ઓપ્શન મળી જશે.
જ્યારે આ વર્ચુઅલ આઇડી જનરેટ થઇ જશે, તો તમારા મોબાઇલ પર તમારો વર્ચુઅલ આઇડી મોકલવામાં આવશે, જે ૧૬ અંકનો હશે.
વર્ચુઅલ આઇડીથી શું થશે?
આ તમને ચકાસણી સમયે આધાર નંબરને શેર ન કરવાનો વિકલ્પ આપશે.
વર્ચુઅલ આઇડી સાથે નામ, સરનામું અને ફોટોગ્રાફ જેવી ઘણી વસ્તુઓનું વેરિફિકેશન થઇ શકશે.
કોઇપણ યૂઝર જેટલી વખત ઇચ્છે, એટલી વખત વર્ચુઅલ આડી જનરેટ કરી શકશે.
જૂનું આઇડી ઑટોમેટિક જ રદ થઇ જશે.
યુઆઇડીએઆઇના અનુસાર અધિકૃત એજંસીઓને આધાર કાર્ડ હોલ્ડર દ્વારા વર્ચુઅલ આઇડી જનરેટ કરવાની પરવાનગી આપવામાં નહી આવે.

Related posts

ડેરાને દાન આપનાર અનુયાયીઓની સંપત્તિ જપ્ત કરવા કોર્ટનો આદેશ

aapnugujarat

આધાર-પાન કાર્ડ ૩૦ જૂન સુધી લિન્ક કરવા આઈટીનું એલર્ટ

aapnugujarat

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય લોકસભા ચૂંટણી નહીં લડે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1