Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

હવાનામાં વિમાન ક્રેશ થતા ૧૦૦ પ્રવાસીના મોત

ક્યુબાના પાટનગર હવાનામાં એક યાત્રી વિમાન ટેક ઓફ કર્યા બાદ થોડીક વારમાં જ તુટી પડતા ઓછામાં ઓછા ૧૦૦ લોકોના મોત થયા છે. અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે. ક્યુબાના બ્રાડકાસ્ટર ક્યુબા ટીવીએ કહ્યુ છે કે બોઇંગ ૭૩૭ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા આ બનાવ બન્યો હતો. ક્યુબાના પ્રમુખે માહિતી આપતા કહ્યુ છે કે વિમાનમાં રહેલા ૧૧૪ યાત્રીઓ પૈકી ત્રણ હજુ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. રેડિયો હવાનાએ માહિતી આપતા કહ્યુ છે કે આ સ્થાનિક વિમાન હતુ. જે હવાનાથી પૂર્વીય શહેર હોલગુઇન તરફ જઇ રહ્યુ હતુ. વિમાનમાં ૧૦૪ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. વિમાન ઉડાણ ભર્યા બાદ તુટી પડતા તેમાં આગ ફાટી નિકળી હતી. આગ પર કાબુ મેળવી લેવા માટે ફાયરબ્રિગ્રેડની ટીમ પણ પહોંચી ગઇ હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. દુર્ઘટનાના કારણને લઇને તપાસ ચાલી રહી છે. હવાનાથી ૨૦ કિલોમીટરના અંતરે વિમાનનો કાટમાળ વિખેરાઇ ગયુ હતુ. ઘટનાસ્થળ નજીક રેસ્ટોરન્ટ ચલાવનાર એક વ્યક્તિએ કહ્યુ હતુ કે જોરદાર ધડાકાનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ આગ ફાટી નિકળી હતી. હવાનાની કાલિક્સ્ટો ગરસિયા હોસ્પિટલના ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે અકસ્માતમાં ભોગ બનેલા અનેક લોકોને અહીં લાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં લાવવામાં આવેલી કેટલીક મહિલાઓની હાલત ગંભીર જણાવવામાં આવી છે. વિમાનમાં મુસાફરી કરી રહેલા નાગરિકોની નાગરિતા અંગે હજુ માહિતી મળી શકી નથી. જો કે તમામ ક્રુ મેમ્બરો તો વિદેશી હતા. વધારે માહિતી મળી શકી નથી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટમાં કહેવામાં આવ્યુ છે કે ફ્લાઇટ સીયુ ૯૭૨ હતી. જે સ્થાનિક સમય ૧૧ વાગે રવાના થનાર હતી. બીજી બાજુ મેક્સિકન સરકારે કહ્યુ છે કે વિમાન બોઇંગ ૭૩૭-૨૦૧૧ હતું જે વર્ષ ૧૯૭૯માં બન્યું હતું તે ૩૯ વર્ષ જુનુ વિમાન હતુ. ક્યુબામાં જુના વિમાનોના ઉપયોગને લઈને હાલમાં વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આને લઈને રજુઆત કરવામાં આવ્યા બાદ સર્વોચ્ચ સ્તરે રજુઆત કરાઈ હતી. ક્યુબાના પ્રથમ ઉપપ્રમુખ સલવાડોર મેસાએ હાલમાં જ ક્યુબાના ટોપના અધિકારીઓ સાથે વાત કરી હતી અને તેની સર્વિસને લઈને ઉઠી રહેલી ફરિયાદો અંગે વાત કરી હતી. આ વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિક ફ્લાઈટો રદ કરવા સહિતના મુદ્દા પર વાત થઈ હતી. આ વિમાનોમાં ટેકનિકલ સમસ્યા ઘણા સમયથી આવી રહી હતી. આ મહિનાની શરૂઆતમાં જ કંપનીએ રશિયન બનાવટના છ એએન-૧૫૮ વિમાનોના ઉપયોગને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ૨૦૧૭ બાદ ક્યુબામાં આ સૌથી મોટી વિમાન દુર્ઘટના છે. અગાઉ ૨૦૧૭માં પણ આવી દુર્ઘટના થઈ હતી. જેમાં તમામ લોકોનો મોત થયા હતા. વર્ષ ૨૦૧૦માં કોમર્શિયલ એરો કેરેબિયન વિમાન મધ્ય ક્યુબામાં દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં તમામ ૬૮ લોકોના મોત થયા હતા. ક્યુબામાં વિમાનોની ગુણવત્તાને લઈને છેલ્લા ઘણા સમયથી પ્રશ્નો ઉઠી રહ્યા હતા. નવેસરની દુર્ઘટના બાદ આ દિશામાં હવે ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. યુએન સેફ્ટી એવિએશન એજન્સી આઈસીએઓના કહેવા મુજબ વૈશ્વિક સરેરાશની સરખામણીમાં ક્યુબામાં વિમાનોની સ્થિતિ વધારે નિરાશાજનક છે.

Related posts

અંકુશરેખા ઉપર પાકિસ્તાન દ્વારા ફરી ભીષણ ગોળીબાર

aapnugujarat

પુખ્તવયની બે વ્યક્તિ લગ્ન કરી શકે : સુપ્રીમ

aapnugujarat

સેંસેક્સ રેકોર્ડ ૩૭૪૯૪ની સપાટીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1