Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ રેકોર્ડ ૩૭૪૯૪ની સપાટીએ

શેરબજારમાં આજે સતત ત્રીજા કારોબારી સેશનમાં તેજી રહી હતી. પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ તેજી રહી હતી. આ સપ્તાહમાં જ આરબીઆઈની બેઠકના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આજે ઉથલપાથલ વચ્ચે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૫૮ પોઇન્ટ ઉછળીને ૩૭૪૯૪ની રેકોર્ડ ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૪૧ પોઇન્ટ ઉછળીને ૧૧૩૨૦ની સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન બીએસઈ સેંસેક્સ ૩૭૫૩૩ની ઉંચી સપાટીએ અને નિફ્ટી ૧૧૩૨૮ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ચાર ટકાનો ઉછાળો રહ્યો હતો. બેંક ઓફ બરોડા, આંધ્ર અને ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સમાં જોરદાર તેજી રહી હતી. માઇક્રો મોરચા ઉપર મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના આંકડા પણ જારી કરવામાં આવનાર છે જેની અસર જોવા મળશે. ત્રિમાસિક ગાળાના પરિણામ પણ હાલ જાહેર થઇ રહ્યા છે. આના ભાગરુપે આવતીકાલે મંગળવારના દિવસે જૂનના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ઈન્ડિયન બુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ અને મેરીકોના પરિણામ ગુરૂવારના દિવસે જાહેર કરાશે. નેસ્લે ઈન્ડિયા અને ટાઈટન કંપનીના પરિણામ શુક્રવારે જાહેર કરાશે. યુએસ ફેડની મિટીંગ બુધવારે મળનાર છે જેમાં વ્યાજદરના સંદર્ભમાં જાહેરાત કરવામાં આવનાર છે. જુન મહિનામાં જ યુએસ ફેડ દ્વારા તેના બેંચમાર્ચ શોર્ટ ટર્મ વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો. વધુ બે વખત આ વર્ષે વધારો કરવાના સંકેત પણ આપવામાં આવ્યા હતા. બેન્ક ઓફ જાપાનની બેઠક મંગળવારને મળનાર છે જેમાં પરિણામ જાહેર થશે. આવી જ રીતે બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા પણ ગુરૂવારે વ્યાજદર જાહેર કરવામાં આવનાર છે. ઓટો કંપનીઓના વેચાણના આંકડા બુધવારથી જાહેર કરવાની શરૂઆત થનાર છે. કાર, ટુ વ્હીલર્સ અને કોમર્શિયલ વાહનોના વેચાણના આંકડા જાહેર કરાશે. અમેરિકા દ્વારા શુક્રવારના દિવસે જુલાઈ મહિના માટેના ફાર્મ પેરોલના ડેટા પણ જાહેર કરવામાં આવનાર છે. અત્રે નોંધનિય છે કે શેરબજારમાં શુક્રવારના દિવસે રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી હતી. ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામ વચ્ચે શેરબજારમાં તેજી રહી હતી. શુક્રવારે કારોબારના અંતે સેંસેક્સ ૩૫૨ પોઇન્ટ ઉછળીને ૩૭૩૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૧ પોઇન્ટ ઉછળીને ૧૧૨૭૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ગયા શનિવારના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં જુદી જુદી ચીજવસ્તુઓ અને સર્વિસ પર ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેની અસર સપ્તાહ દરમિયાન બજાર પર જોવા મળી હતી. ગયા શનિવારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્‌સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરાયો હતો.

Related posts

યુપીએ શાસનની ૩ લાખ કરોડની એનપીએ વધી એનડીએમાં ૧૨ લાખ કરોડ કેવી રીતે થઈઃ સૂરજેવાલા

aapnugujarat

केवल फोटो खिंचवाने जाते हैं राहुल गांधीः वेंकैया नायडू

aapnugujarat

गुजरात में दो चरणों में ९वीं और १४ दिसम्बर को मतदान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1