Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં ભાજપ ૧૨૫થી વધારે સીટો જીતશે : યેદીયુરપ્પા

ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદીયુરપ્પાએ આજે દાવો કર્યો હતો કે, તેમની પાર્ટી રાજ્યમાં શાનદાર જીત હાંસલ કરશે. તેમણે એવા અહેવાલને રદિયો આપ્યો હતો કે, કોંગ્રેસ સારા દેખાવ સાથે સત્તામાં ટકી રહેવામાં સફળ રહેશે. બેંગ્લોરમાં પત્રકાર પરિષદમાં બોલતા યેદીયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમની પાર્ટીની તરફેણમાં જોરદાર મોજુ ફેલાયેલું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તમામ એક્ઝિટ પોલ તેઓ જોઇ ચુક્યા છે. ભાજપ ૧૨૫થી ૧૩૦ સીટો જીતી જશે જ્યારે કોંગ્રેસ પાર્ટી ૭૦ના આંકડાને પણ પાર કરી શકશે નહીં. જનતાદળ એસ ૨૪થી ૨૫ સીટોના આંકડાને પાર કરશે નહીં. ભાજપની તરફેણમાં જોરદાર મોજુ ફેલાયેલુ છે. સિદ્ધારમૈયા અને કોંગ્રેસ સામે નારાજગીનું મોજુ છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે મંગળવારના દિવસે પરિણામ જાહેર કરાશે ત્યારે ભાજપ મજબૂત બહુમતિ સાથે સરકાર બનાવશે જ્યારે કોંગ્રેસની કર્ણાટકમાંથી પણ બાદબાકી થશે. એક્ઝિટ પોલમાં વિશ્વાસ રાખતા નથી તેવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવેદન અંગે પુછવામાં આવતા યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, તેઓ આ મુજબની વાત કરી રહ્યા નથી. કોંગ્રેસ જાણે છે કે તેઓ ચૂંટણીમાં હારી ગયા છે. ત્રિશંકુ વિધાનસભાના કોઇપણ સંકેત નથી. તેમને વિશ્વાસ છે કે, ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે. તેઓ માનસિકરીતે અસ્વસ્થ થઇ ગયા છે તેવા સિદ્ધારમૈયાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતાએ કહ્યું હતું કે, તેઓ આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે કારણ કે, ચામુંડેશ્વરી અને બદામી સીટ ઉપરથી તેમની હાર થનાર છે. આ બંને સીટ પરથી કર્ણાટકના મુખ્યમંત્રી ચૂંટણી લડી રહ્યા છે. યેદીયુરપ્પાના નિવેદન અંગે અગાઉ વાત કરતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, યેદીયુરપ્પા માનસિકરીતે અસ્વસ્થ થયા છે. રાજ્યમાં ભાજપ સરકારની સંભવિત રચના અંગે પૂછવામાં આવતા યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ તેમની સાથે સતત સંપર્કમાં છે. દરેક વ્યક્તિ પ્રચંડ બહુમતિ માટે આશાવાદી છે. ૧૭મી મેના દિવસે રાજ્યમાં સરકાર અમે બનાવી દઇશું.
૧૨મી મેના દિવસે કર્ણાટકમાં ૫૮૫૪૬ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સવારે ૭થી લઇને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ હતું. કર્ણાટકમાં ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીમાં ૭૧.૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૭૦ ટકા મતદાન થયું છે.
આ વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૨૧૬ મહિલા ઉમેદવાર સહિત ૨૬૫૪ ઉમેદવારોના ભાવિ ૧૨મી મેના દિવસ બાદ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. બેલાગાવી જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં ૩૭૨૩૫૮૫ મતદારો નોંધાયા હતા. બે મતવિસ્તાર જયનગર અને રાજેશ્વરીનગરમાં મતદાન મોકૂફ કરવામાં આવ્યું હતું. આ બંને મત વિસ્તાર બેંગ્લોરમાં આવેલા છે. જયનગરમાં ભાજપના ઉમેદવાર બીએન વિજયકુમારના મૃત્યુ બાદ ચૂંટણી મોકૂફ કરવામાં આવી હતી. રાજેશ્વરીનગરમાં પણ મતદાન મોકૂફ કરવામાં આવ્યું હતું.

Related posts

ત્રાસવાદી ગતિવિધીઓ માટે જાકીઉર લખવી ફંડ એકત્રિત કરે છે

aapnugujarat

દક્ષિણ ભારતની મુલાકાતે પીએમ, ઓખી પ્રભાવિત વિસ્તારોનું ખાસ નિરીક્ષણ કર્યું

aapnugujarat

અંકુશરેખા પર પાકિસ્તાનનો ફરી ગોળીબાર : સ્થિતિ તંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1