Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દક્ષિણ ભારતની મુલાકાતે પીએમ, ઓખી પ્રભાવિત વિસ્તારોનું ખાસ નિરીક્ષણ કર્યું

ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓ પુરી થયા બાદ પીએમ મોદી ફરી એકવાર રોજીંદા કામમાં લાગી ગયા છે. આજે પીએમ મોદીએ ઓખી વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ લક્ષદ્વીપ, તમિલનાડુ અને કેરળ સહિત દક્ષિણ ભારતના અન્ય રાજ્યોની પણ મુલાકાત લીધી હતી. પીએમ મોદી સોમવારે મોડી સાંજે મેંગલોર પહોંચી ગયા હતાં જ્યાંથી આજે તેઓ લક્ષદ્વીપ ગયા હતા અને ઓખી પ્રભાવિત વિસ્તારોમાં રિવ્યૂ મિટીંગ પણ કરી હતી. ડિસેમ્બરની શરુઆતમાં દક્ષિણ ભારતમાં ઓખી વાવાઝોડાએ કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપના અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. અહીં આવતા પહેલા પણ વડાપ્રધાન મોદી આ વિસ્તારોમાં વાવાઝોડાથી ઉત્પન્ન સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં હતાં.આજે પીએમ મોદીએ પોતાની મુલાકાત દરમિયાન દરેક સંબંધિત અધિકારીઓ સાથે ઓખી વાવાઝોડાંથી થયેલાં નુકસાન વિશે ઉંડાણપૂર્વક માહિતી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદથી ખાતરી આપી હતી. આ પહેલાં રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણે પણ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તમિલનાડુના કન્યાકુમારી અને તિરુવનંતપુરમમાં ઓખી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

Related posts

गृहमंत्री शाह की सुरक्षा में हुई बढ़ौतरी

aapnugujarat

दिल्ली के मानसरोवर पार्क में हुई पांच हत्या के रहस्य से पर्दा हटा

aapnugujarat

सुप्रीम कोर्ट में गणतंत्र दिवस पर होने वाले किसान मार्च को लेकर सुनवाई टली

editor

Leave a Comment

UA-96247877-1