Aapnu Gujarat
રમતગમત

બદ્રીનાથ ટૂંક સમયમાં જ ક્રિકેટના તમામ ફૉર્મેટને અલવિદા કરશે

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓમાં જેનો સમાવેશ થાય છે તે સુબ્રમણ્યમ બદ્રીનાથ ટૂંક સમયમાં જ ક્રિકેટના તમામ ફૉર્મેટને અલવિદા કહી દેશે. તે પોતાના સન્યાસ અંગે ટૂંક સમયમાં ઘોષણા કરી શકે છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બદ્રીનાથે ૧૦ હજારથી વધુ રન ફટકાર્યા છે. આ ઉપરાંત તે ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ મેચ પણ રમી ચુક્યા છે.હાલ બદ્રીનાથ આઇપીએલમાં કોમેન્ટ્રેટરની ભુમિકા ભજવી રહ્યા છે. બદ્રીનાથ ગત વર્ષે રણજી ટ્રૉફીમાં પણ રમ્યા ન હતાં જો કે ત્યારે તેમણે સન્યાસની વાતો નકારી કાઢી હતી.
બદ્રીનાથે ઓગસ્ટ ૨૦૦૮માં શ્રીલંકા સામે વનડે અને ફેબ્રુઆરી ૨૦૧૦માં સાઉથ આફ્રિકા સામે પોતાની ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતું. જે કે તે ટીમ ઇન્ડિયા માટે ફક્ત બે જ ટેસ્ટ રમી શક્યો,જેમાં તેણે માત્ર ૬૩ રન કર્યા હતા.
ઉપરાંત બદ્રીનાથે ટીમ ઇન્ડિયા માટે ૭ વનડેમાં ૭૯ રન અને ફક્ત એક ટી-૨૦માં ૪૩ રન કર્યા હતા.૩૭ વર્ષની બદ્રીનાથ આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ માટે રમી ચુક્યા છે. તેણે વર્ષ ૨૦૦૮માં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેચ રમી હતી જ્યારે તેણે અંતિમ આઇપીએલ ૨૦૧૩માં મુંબઇ ઇનિડિયન્સ સામે રમી હતી. બદ્રીનાથે આઇપીએલમાં કુલ ૯૫ મેચની ૬૭ ઇનિંગમાં ૧૪૪૧ રન કર્યા હતા. આઇપીએલમાં તેના નામે ૧૧ અડધીસદી પણ છે.ઉલ્લેખનીય છે કે તમિલનાડુ માટે ૧૪ સીઝન સુધી રમનારા બદ્રીનાથ ૨૦૧૪-૧૭ સુધી અન્ય રાજ્યો માટે રમ્યા, તેણે ૨૦૧૪-૧૬ સુધી વિદર્ભની કેપ્ટન્સી કરી જ્યારે ૨૦૧૬માં હૈદરાબાદ માટે પણ રમ્યા. ઘરેલૂ ક્રિકેટના સૌથી શ્રેષ્ઠ બેટ્‌સમેનોમાં સેલ બદ્રીનાથે પોતાના ૧૪૫ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૩૨ સદી, ૪૫ અડધી સદીની મદદથી ૧૦૨૪૫ રન બનાવ્યા.

Related posts

બુમરાહ અને નીતિશ રાણાને BCCIએ આપી મોટી સજા

aapnugujarat

भारत-पाक मैच में बारिश बन सकती है विलन

aapnugujarat

पंत पहली पसंद, लेकिन बैकअप खिलाड़ियों पर हो रहा है काम : एमएसके प्रसाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1