Aapnu Gujarat
રમતગમત

બુમરાહ અને નીતિશ રાણાને BCCIએ આપી મોટી સજા

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતિશ રાણા માટે બુધવારનો દિવસ સારો સાબિત થયો નથી. જસપ્રીત બુમરાહ અને નીતિશ રાણા પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. બીસીસીઆઈએ આ બંને ખેલાડીઓને મોટી સજા પણ સંભળાવી છે.

બુમરાહ અને નીતિશ રાણા પર કડક કાર્યવાહી
આપને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતિશ રાણાને પુણેના એમસીએ સ્ટેડિયમમાં આઈપીએલ 2022ની આચારસંહિતાનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. આ પછી જસપ્રીત બુમરાહ અને નીતિશ રાણાને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈની આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતિશ રાણાને પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ મેચ ફીના 10 ટકા દંડ લાદવામા આવ્યો છે અને સાથે ઠપકો આપવામાં આવ્યો છે.”

BCCIએ આ સજા સંભળાવી
નિવેદન અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતિશ રાણા ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ આઈપીએલ આચાર સંહિતા હેઠળ લેવલ 1નો દોષી ઠેરવવામાં આવ્યો છે અને તેણે પોતાની ભૂલ પણ સ્વીકારી લીધી છે. આચાર સંહિતાના લેવલ-1 ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે. આપને જણાવી દઈએ કે બુધવારે IPL 2022 સીઝનની 14મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સ હજુ પણ જીતની રાહ જોઈ રહ્યું છે
મુંબઈ ઈન્ડિયન્સ હજુ પણ આ સિઝનમાં જીતવાની રાહ જોઈ રહ્યું છે અને તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 4 વિકેટે 161 રન બનાવ્યા હતા. જવાબમાં KKRની ટીમે 16મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. પેટ કમિન્સે 15 બોલમાં 56 રન ફટકારીને KKRને જીત અપાવી હતી. હવે KKRની ટીમ 4 મેચમાં ત્રણ જીત સાથે 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે.

Related posts

ભારતીય મહિલા ટીમને ત્રીજી મેચમાં હરાવી ન્યુઝીલેન્ડે હોકી સિરીઝ જીતી

aapnugujarat

वनडे सीरीज से बाहर हुए रबादा

editor

कई पीढ़ियों में एक बार ही आता है बुमराह जैसा बोलर : युवराज सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1