Aapnu Gujarat
બિઝનેસ

વૉલમાર્ટ-ફ્લિપકાર્ડની ડીલ ભારતને ફળશે

વોલમાર્ટે ફ્લિપકાર્ડમાં ભાગીદારી ખરીદ્યા બાદ આ ડીલને લઈને ચર્ચા વિષય બન્યો છે. આ દરમિયાન વૉલમાર્ટના સીઈઓ ડગ મેકમિલને જણાવ્યું છે કે, આ ડીલ દેશમાં ૧ કરોડથી વધારે નોકરીઓ પેદા કરનારી સાબિત થશે.ફ્લિપકાર્ડના સીઈઓ બિન્ની બંસલે કહ્યું હતું કે, ફ્લિપકાર્ડમાં એવું ઘણું બધું છે, જે વોલમાર્ટને લાભ પહોંચાડશે. ફ્લિપકાર્ડ અને વૉલમાર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ડીલથી બંને કંપનીઓને લાભ થશે. આ સાથે જ ભારતીય અર્થવ્યવસ્થામાં સુધાર માટે પણ મદદગાર સાબિત થશે. તેનાથી નવી રોજગારીનું સર્જન થશે. ખેડુતોની આવક વધશે અને મેક ઈન ઈન્ડિયા જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોના પ્રચારમાં મદદરૂપ પણ બનશે.નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, વૉલમાર્ટ ભારતમાં નવી કંપનીઓ સાથે મળીને દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થતી રહેશે. કૃષિ, ભોજન અને રિટેલ ક્ષેત્રના વિકાસ માટે કંપની પ્રયાસ કરતી રહેશે. ભવિષ્યમાં કરવામાં આવનારા રોકાણ રાષ્ટ્રિય કાર્યક્રમોને સમર્થન કરી દેશને લાભ પહોંચાડશે.નોકરીઓ બબાતે વૉલમાર્ટ ઈંડિયાએ કહ્યું કે, કંપની ભારતમાં પોતાના રોકાણ વતી અનેક નોકરીઓ ઉભી કરશે. વૉલમાર્ટે એમ પણ કહ્યું હતું કે, ફ્લિપકાર્ટ સાથે તેમની સમજુતીથી દેશમાં નાના ઉદ્યોગોને પણ લાભ થશે.આ સાથે કંપનીએ જણાવ્યું હતું કે, તે કોલ્ડ સ્ટોરેજમાં રોકાણ કરી ખેડુતોને પણ મદદરૂપ થશે. નિવેદન અનુંસાર, વૉલમાર્ટ ભારતમાં કરિયાણાની દુકાનો સાથે જોડાઈને તેમના કામકાજમાં સુધાર અને ડિજિટલ લેવડદેવડમાં મદદ કરશે.વોલમાર્ટને ઉતારવાથી હવે ફ્લિપકાર્ટ અને અમેઝોનની વચ્ચે ભારતીય બજાર પર કબ્જાની લડાઇ વધુ તેજ થશે. અમેઝોન ભારતમાં પોતાના ઓપરેશન્સ પર ૫ બિલિયન ડોલર ખર્ચ કરવા માટે પ્રતિબદ્ધ છે. તાજેતરમાં ઇન્વેસ્ટર કોલમાં અમેઝોનનો સીએફઓ બ્રાયને કહ્યું પણ છે કે સેલર્સ અને કસ્ટમર્સમાં મોટી સંભાવનાઓને જોતા કંપની રોકાણ ચાલુ રાખશે. એવામાં ફ્લિપકાર્ટ અને અમેઝોનની લડાઇ માત્ર સપ્લાય ચેઇનનું એક સારું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવું પડશે નહીં પરંતુ મોટાપાયા પર રોજગારીની તકો ઉભી થશે.ઇન્ડસ્ટ્રીઝના ડેટા પ્રમાણે ૨૦૧૬ના ૧૩ અરબ ડોલરની સરખામણીમાં ૨૦૨૭ સુધીમાં ભારતનો કુલ વપરાશ ૩૬ ખરબ ડોલર સુધી પહોંચવાની આશા છે. રિટેલ માર્કેટ પણ ૨૦૧૬ના ૬૫૦ અરબ ડોલરની સરખામણીમાં ૧૮ ખરબ ડોલર સુધી પહોંચી શકે છે. ખથાસ કરીને ફૂડ અને ગ્રોસરીનું સેગમેન્ટ ૨૦૧૬ના ૪૨૦ અબજ ડોલરની સરખામણીમાં ૨૦૨૭ સુધીમાં ૧૧ ખરબ ડોલર સુધી પહોંચી શકે છે. એવામાં વોલમાર્ટ એગ્રીકલ્ચરમાં રોકાણને પ્રેરિત થશે. ફ્લિપકાર્ટ અને અમેઝોનની વચ્ચે લડાઇ એગ્રીકલ્ચર અને ઇન્ફ્રાસ્ટ્રકચરને બુસ્ટ આપશે. ડિમાન્ડ વધતા ખેડૂતોને ફાયદો પહોંચશે. આ લડાઇ ગ્રાહકોની માંગને પણ આગળ લઇને આવશે.

Related posts

બલ્બ, ટ્યુબલાઈટ, પંખા પેટ્રોલ પંપ ઉપરથી મળશે

aapnugujarat

બિટકોઈન : દેશભરમાં ૪ થી ૫ લાખ એચએનઆઈને ઈડી નોટિસ મોકલશે

aapnugujarat

सेंसेक्स 428 अंक उछला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1