Aapnu Gujarat
બિઝનેસ

બલ્બ, ટ્યુબલાઈટ, પંખા પેટ્રોલ પંપ ઉપરથી મળશે

એલઈડી બલ્બ, ટ્યુબલાઈટ અને સિલીંગ ફેન ખરીદવા માટે હવે ઈલેકટ્રીકની દુકાન પર જવાની અને આ પ્રકારની દુકાનો શોધવાની લોકોને જરૂર પડશે નહીં કારણ કે ટૂંક સમયમાં જ પેટ્રોલ પંપ ઉપર આ તમામ ત્રણેય ચીજો સસ્તી કિંમતે ઉપલબ્ધ કરી દેવામાં આવશે. ગ્રાહકોને આ સ્થળો ઉપર ૬૫ રૂપિયામાં એલઈડી, ૨૩૦ રૂપિયામાં ટ્યુબલાઈટ, ૧૧૫૦ રૂપિયામાં સિલિંગ ફેન મળશે. ત્રણ સરકારી પેટ્રોલિયમ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમે આ સાધનો સરકારી કંપની એનર્જી ઈપીએનસી સર્વિસેઝ લિમિટેડથી આઉટસોર્સ કરશે. મૂળભૂત રીતે આ ત્રણેય કંપનીઓના દેશભરમાં ૫૩૦૦૦થી વધારે પેટ્રોલ પંપ છે પરંતુ હાલમાં આ બાબત નક્કી કરવામાં આવી નથી કે આ ચીજવસ્તુ આ કંપનીઓના તમામ પેટ્રોલ પંપ ઉપર ઉપલબ્ધ થશે કે કેમ. સહમતી ઉપર હસ્તાક્ષર માટેની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવનાર છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યંું છે કે આ સાધનોના વેચાણ માટે આ કંપનીઓ અને ઈઈએસએલ વચ્ચે સમજૂતિ થવાની શક્યતા હતી પરંતુ પર્યાવરણ મંત્રી અનિલ દવેના નિધનના કારણે આ નિર્ણય હાલ ટાળી દેવાયો છે. સહમતી પર હસ્તાક્ષર માટેની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ એક મહિના પછી પેટ્રોલ પંપ ઉપર આ ચીજવસ્તુઓ સરળ રીતે ઉપલબ્ધ કરી દેવામાં આવશે. પેટ્રોલ પંપ ઉપર એલઈડી બલ્બ, ટ્યુબલાઈટ અને પંખા સસ્તી કિંમતે ઉપલબ્ધ થશે તેવી જાહેરાત કરવામાં આવ્યા બાદથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. સાથે સાથે ઈલેકટ્રીકની દુકાનો શોધવાની પણ જરૂર પડશે નહીં. સીધી રીતે પેટ્રોલ પંપ ઉપર ચીજો મળી જશે.

Related posts

देश का विदेशी मुद्रा भंडार 38.8 करोड़ डॉलर घटकर 482.57 अरब डॉलर

aapnugujarat

रिलायंस, बीपी ने लपका सस्ते में गैस फील्ड डिवेलप करने का मौका

aapnugujarat

નીરવ મોદીની કંપનીના બેન્ક ખાતામાં માત્ર 236 રૂપિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1