Aapnu Gujarat
ગુજરાત

જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા

ગુજરાતમાં ગરમીને કારણે લોકો હવે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. જ્યારે જૂનનાં પ્રથમ અઠવાડિયાથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. એટલું જ નહિ, પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ૧ થી ૫મી જૂન દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હવામાન વિશેષજ્ઞે કરી છે.
તો બીજી બાજુ અરબી સમુદ્રમાં જો સાઈક્લોન સર્જાય અને તે ઓમાન તરફ ગતિ કરે તો ગુજરાત સહિત ભારતનાં મોન્સૂન પ્રોગ્રેસમાં ૭ દિવસનો બ્રેક આવી શકે છે, નહિ તો કેરળમાં ૧ લી જૂનથી ચોમાસું બેસવાની શક્યતા છે. પરંતુ, દેશભરમાં જુલાઇ-ઓગસ્ટમાં ચોમાસું નબળું પડવાની શક્યતા નકારી શકાય નહિ. આ વર્ષે જે રીતે ગરમી પડી રહી છે તે જોતાં ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ જૂનની શરૂઆતમાં ૧થી ૫ જૂનમાં સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાથી થઇ શકે છે. જેમાં સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.
તેમજ ૧૫મી જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્‌ પ્રારંભ થવાની પ્રબળ શક્યતા વર્તાઇ રહી છે. પરંતુ, અરબી સમુદ્રમાં સાઈક્લોન સર્જાય તો ગુજરાત અને કેરળમાં ચોમાસું સમયસર બેસવાની પ્રબળ શક્યતા છે. સામાન્ય રીતે ભારતમાં ચોમાસું સૌ પ્રથમ આંદામાનનાં ઇન્દિરા પોઇન્ટને ૧૫મી મેની આસપાસ હિટ કરે છે. ત્યારબાદ શ્રીલંકામાં ૨૫ મેની આસપાસ પહોંચે છે તેમજ ૧ જૂનની આસપાસ કેરળમાં ચોમાસું સક્રિય થતુ હોય છે. પરંતુ, હાલની સ્થિતિ પ્રમાણે આંદામાનમાં ચોમાસું ૫ દિવસ મોડું શરૂ થાય તેમ લાગી રહ્યું છે. જેથી ઇન્દિરા પોઇન્ટે ૧૫ મેને બદલે ૨૧થી ૨૩ મે અને શ્રીલંકામાં ૨૫ મે ને બદલે ૨૮-૨૯ મેનાં રોજ અને કેરળમાં ૧ જૂનને બદલે ૩૧મી મે નાં રોજ ચોમાસું બેસી જાય તેવી શક્યતા છે, જેમાં એકથી બે દિવસ આગળ પાછળ થવાની શક્યતા રહેલી છે.

Related posts

v

editor

After voting in RS bypoll: 2 Congress MLA’s resign from Gujarat assembly

aapnugujarat

पालडी टर्मिनल की साफ-सफाई का कोन्ट्राक्ट दिया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1