Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બિટકોઈન : દેશભરમાં ૪ થી ૫ લાખ એચએનઆઈને ઈડી નોટિસ મોકલશે

ડિજિટલ કરંસી બિટકોઈનમાં રોકાણ અને વ્યાપાર કરવાના મામલે પોતાની તપાસનો વિસ્તાર વધારતા ઈનકમ ટેક્સ વિભાગ આખા દેશમાં ચાર લાખ અતિ ધનાઢ્ય વ્યક્તિઓને ને નોટિસ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ એવા લોકો છે કે જેઓ બિટકોઈન એક્સચેંજોમાં વ્યાપાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટેક્સ અધિકારીઓએ આ મામલે ગત સપ્તાહે આ પ્રકારના નવ એક્સચેંજોનો સર્વે કર્યો હતો. આ પગલું ટેક્સ ચોરી પર લગામ લગાવવાના પ્રયાસો અંતર્ગત ઉઠાવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ એક્સચેંજોમાં આશરે ૨૦ લાખ કંપનીઓ રજીસ્ટર્ડ હતી કે જેમાંથી ચારથી પાંચ ઓપરેશનલ છે અને વ્યાપાર તેમજ રોકાણ કરી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીની બેંગાલુરૂ ઈન્વેસ્ટીગેશન યૂનીટે પોતાના સર્વેમાં મળેલી જાણકારી દ્વારા દેશભરમાં આવી આઠ કંપનીઓ હોવાનું જણાવ્યું છે. સર્વેમાં ડેટાબેઝથી વ્યક્તિઓ અને કંપનીઓ મામલે જાણકારી પ્રાપ્ત થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વિભાગને સર્વેમાં જે કંપનીઓ અને વ્યક્તિઓનો રેકોર્ડ મળ્યો છે તેમની તપાસ ચોરીના આરોપો અંતર્ગત કરવામાં આવી રહી છે.

Related posts

જીએસટી બાદ દ્વિચક્રી વાહનોની કિંમતમાં ઘટાડો

aapnugujarat

કલમ ૩૭૦ને ખતમ કરવાની કોઇ જ પ્રસ્તાવ નથી : સરકાર

aapnugujarat

કેસરીને કોંગ્રેસે કઈરીતે ફેંકી દીધા તે કોઇ જ ન ભુલી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1