Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કલમ ૩૭૦ને ખતમ કરવાની કોઇ જ પ્રસ્તાવ નથી : સરકાર

સરકારે કહ્યું છે કે, કલમ ૩૭૦ને ખતમ કરવાને લઇને કોઇ પણ પ્રસ્તાવ આવ્યો નથી. આ કલમ હેઠળ જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહિરે આજે લોકસભામાં આ અંગેની માહિતી આપી હતી. અશ્વિન કુમાર દ્વારા પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આહિરે કહ્યું હતું કે, સરકારની પાસે આવી કોઇ દરખાસ્ત આવી નથી. હરિયાણાના કરનાલમાંથી સાંસદ અશ્વિનીકુમાર દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આહિરે કહ્યું હતું કે, ભાજપના ઘોષણાપત્રમાં કલમ ૩૭૦ને ખતમ કરવાની બાબત સામેલ છે. જમ્મુ કાશ્મીરમાં પીડીપીની સાથે ગઠબંધન સરકાર ચલાવી રહેલી ભાજપના કેટલાક લોકો હાલમાં આને લઇને મૌન છે. જમ્મુ કાશ્મીર માટે કેન્દ્રના ખાસ દૂત દિનેશ્વર શર્માના નિવેદન પર કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગૌરવ ગોગોઇએ એક પ્રશ્નના જવાબમાં સરકારે આ મુજબની વાત કરી હતી. આહિરે કહ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી રહેલા યુદ્ધવિરામના ભંગને લઇને સરકાર બિલકુલ સાવધાન છે. તેમણે કહ્યું હતું કે, હાલમાં જ કેન્દ્રીયમંત્રીઓ સરહદી વિસ્તારોમાં પણ જઇને આવ્યા છે. સ્થાનિક લોકોને લઇને તકલીફો દૂર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્થાનિક નિવાસીઓને ત્યાંથી શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. બંકરો બનાવવામાં આવી રહ્યા છે. આહિરે કહ્યું હતું કે, સરકાર જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે. સરકાર આના માટે તમામ ક્ષેત્રના લોકો માટે વાતચીતને લઇને ઉત્સુક છે. હિંસાને રોકી શકાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. સરકાર યુવાનોને રાજ્યની મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસ પણ કરી રહી છે. આતંકથી દૂર રાખવા રોજગારી અપાઈ રહી છે.

Related posts

हिंदुस्तानी मुसलमानों के लिए भारत जैसा देश और नरेंद्र मोदी जैसा नेता नहीं मिल सकता : हुसैन

aapnugujarat

સંરક્ષણ ફાળવણીમાં ફરીથી વધારો કરાય તેવી સંભાવના

aapnugujarat

हर दिन ३ हजार करोड़ मूल्य के छापे जा रहे ५०० के नोट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1