Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માર્ચ ૨૦૧૯ સુધીમાં ગંગા ૮૦ ટકા સ્વચ્છ કરી દેવાશે : ગડકરી

કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૧૯ સુધી ગંગા નદીની ૮૦ ટકા સફાઈ કામગીરી પૂર્ણ થઇ જશે તેવો દાવો કર્યો છે. કેન્દ્રીય જળ સંશાધન મંત્રી નીતિન ગડકરીએ ગંગાની સફાઈ માટે છેલ્લા ચાર વર્ષમાં કરવામાં આવેલા કામો અંગે માહિતી આપી રહ્યા હતા. ગડકરીએ કહ્યું હતું કે, ગંગાને પ્રદૂષિત કરી રહેલા ૨૫૧ ઉદ્યોગોને દંડ કરવામાં આવી ચુક્યા છે. ૯૩૮ ઉદ્યોગોમાંથી નિકળનાર પ્રદૂષણને રિયલ ટાઈમ મોનિટરિંગ કરીને ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગંગાના સમગ્ર માર્ગમાંથી ૨૧૧ એવા નાળાઓની ઓળખ કરવામાં આવી છે જે આ નદીને પ્રદૂષિત કરી રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સ્વચ્છતા પ્રધાન ઉમા ભારતીએ કહ્યું હતું કે, ગંગા કિનારે ૪૪૭૦ ગામોને ખુલ્લામાં શૌચની સમસ્યાથી મુક્ત કરાવી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ગંગાને આગામી પાંચ વર્ષમાં પ્રદૂષણ મુક્ત બનાવી દેવાનું વચન આપ્યું હતું. સરકારને આશા છે કે, આગામી વર્ષે યોજાનાર ચૂંટણી પહેલા ગંગાને મોટાભાગે સ્વચ્છ કરી દેવામાં આવશે. ગંગાને સાફ કરવા માટે નમાની ગંગે મિશન હેઠળ હજુ સુધી ૧૯૫ યોજનાઓને મંજુરી આપવામાં આવી છે જેમાં શિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા અને શિવેજ લાઈન મુકવાની સાથે સાથે મૃતદેહ ગૃહોના નિર્માણનો પણ સમાવેશ થાય છે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આમાથી ૨૪ યોજનાઓ પૂર્ણ થઇ ચુકી છે. ઘાટને વધુ વ્યવસ્થિત અને સુંદર બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. ઉમા ભારતીએ કહ્યું હતું કે, જે ગામોને ખુલ્લામાં શૌચની સમસ્યામાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેમને હવે પ્લાસ્ટિક મુક્ત બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગંગા કિનારે છોડ લગાવવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડમાં ગંગા નદીને સ્વચ્છ કરવા માટે ૩૧ યોજનાઓને મંજુરી આપવામાં આવી છે. જેમાંથી ૧૮નું કામ પૂર્ણ થઇ ચુક્યું છે. યુપીમાં ૩૦ પ્રોજેક્ટોને મંજુરી અપાઈ છે. બિહારમાં ૧૦ પ્રોજેક્ટોને મંજુરી અપાઈ છે.

Related posts

મોદીએ ટ્રમ્પ-મેલાનિયાને ઘણી શાનદાર ભેટ આપી

aapnugujarat

દિગ્વિજયસિંહે રામ મંદિર જમીન પાછી આપવા માટે આશ્વાસન આપતા ભાજપ ભડક્યું

aapnugujarat

राजधानी सहित देश के अन्य महानगरों में भी पेट्रोल-डीजल की कीमते रही स्थिर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1