Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિગ્વિજયસિંહે રામ મંદિર જમીન પાછી આપવા માટે આશ્વાસન આપતા ભાજપ ભડક્યું

ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહને રામ મંદિરની યાદ આવી ગઈ છે. દિગ્વિજયસિંહે ભોપાલના એક રામ મંદિરમાં પૂજા કર્યા બાદ ટ્રસ્ટને મંદિરની જમીન પાછી આપવા માટે આશ્વસાન આપ્યુ હતુ.જોકે ભાજપ દિગ્વિજયસિંહના આ વાયદા બાદ ભડકી હતી.
ભાજપે કહ્યુ હતુ કે, હવે જ્યારે ચૂંટણી સામે છે ત્યારે દિગ્વિજયસિંહને ભગવાન રામ યાદ આવે છે અને હનુમાનજી પણ યાદ આવે છે.હકીકત તો એ છે કે, ભોપાલ નજીક તલૈયા વિસ્તારમાં રામ મંદિરની જમીન જિલ્લા કોંગ્રેસે પડાવી લીધી છે.
દરમિયાન ભોપાલના એક કાઉન્સિલરે કહ્યુ હતુ કે, જમીન અંગે જે વિવાદ હતો તેમાં કોર્ટે જમીન જિલ્લા કોંગ્રેસ કમિટીની હોવાનો ચુકાદો આપ્યો હતો.ભાજપ જો ખરેખર હિન્દુ સમર્થક પાર્ટી હોય તો તેણે દિગ્વિજયસિંહની જમીન મંદિરને અપાવવાની વાતને સમર્થન આપવુ જોઈએ.દિગ્વિજયસિંહ ખરા અર્થમાં ધાર્મિક છે.જેમણે ૩૩૦૦ કીમીની લાંબી નર્મદા પરિક્રમા કરી છે.

Related posts

૮ કલાકથી વધુ કામ કરવા પર મળશે હવે એકસ્ટ્રા સેલરી

editor

बीजेपी और अजित पवार को महाराष्ट्र जनता सबक सिखाएगी : राउत

aapnugujarat

लोकायुक्त ने दिल्ली भाजपा अध्यक्ष मनोज तिवारी काे दिया नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1