Aapnu Gujarat
બ્લોગ

મદીરા વીશે થોડી રસપ્રદ માહીતી

ભલે ન પીતા હો પણ માહીતી મેળવવામાં કોઈ વાંધો નહીં, એમ કરતાં નશો તો નહીં જ ચડે !!

? મદીરા પુરાણ
આલ્કોહોલ અરબી શબ્દ છે, અલ કોહલ એટલે અર્ક !

ખાસ વાત – દારુ ની કોઈ પણ બ્રાન્ડ મેઈડ ઈન ચાઈના નથી.

?શરીરને જરૂરી ૧૩ ખનીજ
આલ્કોહલમાં હોય છે !

?દરેક વ્યક્તિનું શરીર ૨૪
કલાક આલ્કોહોલનું
ઉત્પાદન કરતું હોય છે,
જન્મથી મૃત્યુ પર્યંત રોજે
રોજ !

?નિસ્યંદન કરીને ઉત્પાદિત
થતા વિસ્કી, બ્રાન્ડી, રમ,
ટકીલા વિગેરેમાં કાર્બોદિત
પદાર્થ, ચરબી કે કોલેસ્ટ્રોલ
હોતા નથી !

? અમેરિકન વિસ્કી એટલે
Whiskey અને કેનેડીયન
કે સ્કોચ વિસ્કી એટલે
Whisky !

?સ્કોચ વિસ્કીની બળેલી ગંધ
જવને શેકવાના લીધે આવે
છે !

?અમેરિકન વિસ્કી મકાઈ,
જવ અને ૫૧% રાઈમાંથી
બને છે .

?જીન શરીરમાંથી વધારાનું
પ્રવાહી દુર કરે છે, તે
જુનીપર નામના બોરમાંથી
બને છે !

?વોડકા (એટલે ઓછુ
પાણી ) માં કોઈ ફ્લેવર
ઉમેરવામાં આવતી નથી,
યુરોપમાં વોડકાની બોટલ
ઉત્તમ ભેટ માનવામાં આવે
છે !

?અમેરિકા ખાતે ગત ૨૫
વરસથી સૌથી વધુ વેચાતો
દારૂ રશિયન વોડકા છે !

?બ્રાન્ડી ડચ લોકોનો દારૂ
છે,માથા પરથી વાળ
ઉતરીને ટાલ પડવાની
શરૂઆત થતી હોય તેઓએ
બ્રાન્ડીનું નિયમિત સેવન
કરવું જોઈએ, બ્રાન્ડી
વાળના મૂળને મજબૂતાઈ
આપે છે !

? ટકીલા એક ખાસ જાતના
થોરિયા Cactus ના
મૂળમાંથી બનાવવામાં આવે
છે !

?વાઈન દ્રાક્ષમાં આથો
લાવીને બનાવવામાં આવે
છે, લાલ દ્રાક્ષમાંથી વ્હાઇટ
વાઈન અને લીલી દ્રાક્ષમાંથી
રેડ વાઈન બને છે, વ્હાઈટ
વાઈન સમય પસાર થતા
ઘેરો થાય છે, જયારે રેડ-
વાઈન જુનો થતા આછો રંગ
પકડે છે !

? નિટ ડ્રીંક કરતા સોડા કે
પાણી સાથેનું મિક્ષ ડ્રીંક
શરીરમાં ઝટ શોષાઈ જાય
છે !

? શેમ્પેઇન બોટલમાં પ્રત્યેક
ચોરસ ઇંચ દીઠ ૯૦
પાઉન્ડનું પ્રેશર હોવાનું
કહેવાય છે, આ પ્રેશર
કારના ટાયર કરતા ત્રણ
ગણું વધારે ગણાય !

? શેમ્પેઇન ગ્લાસમાં એક
સુકી દ્રાક્ષ નાખવામાં આવે
તો તે દ્રાક્ષ સતત ગ્લાસના
તળિયે જઈને ઉપર આવ
જા કરશે !

? શેરી ઘેરાં રંગનો પણ કડક
મીઠો વાઈન છે !

? યુએસએ કાનુન મુજબ
લિકર સ્ટોરમાંથી ગ્રાહક
દ્વારા બહાર જતી દરેક
બોટલને પેપર બેગમાં મુકવી
આવશ્યક છે ! આથી લિકર
સ્ટોર પેકેજ સ્ટોર તરીકે
પણ ઓળખાય છે.

? દારૂ પીવાનું શરુ કરતા
પહેલા ટોસ્ટ ( તંદુરસ્તી
માટેની શુભેચ્છા ) કરવાનો
રીવાજ છે, ઘણા વર્ષો
અગાઉ રોમમાં વાઈનના
ગ્લાસમાં ટોસ્ટ કરેલી બ્રેડનો
ટુકડો પડ્યા પછી આ ટોસ્ટ
કરવાનો રીવાજ શરુ
થયેલો એમ મનાય છે !

આજે આ કે તે શુભેચ્છા
કરવા ટોસ્ટ થાય છે !

પ્યાલીઓ ટકરાવીને ચીયર્સ
કરવાની પ્રથા પણ છે !

?ગાંધીજી અને હિટલર દારૂ
માટે એકસમાન માન્યતા
ધરાવતા હતા, જયારે
ચર્ચિલને દરરોજ ભોજન
સાથે વિસ્કી પીવાની ટેવ
હતી !

?દરેક આલ્કોહોલ સંપૂર્ણ
શાકાહારી હોય છે !

?આલ્કોહોલની બોટલ પર
પ્રૂફ ઓફ આલ્કોહોલ લખેલું
હોય તેને બેથી ભાગવાથી
આલ્કોહોલની ટકાવારી
જાણી શકાય ! સૌથી વધુ
૧૯૦ પ્રૂફ આલ્કોહોલ
અથવા ૯૫% આલ્કોહોલ
હોય !

આ દારૂ પુરાણ હજુ અપૂર્ણ છે, પણ દારૂ વિષે આટલી માહિતી ભેગી કરતાં જ નશો ચડી ગયો !

વાંચીને બોટલ મંગાવશો નહિ પણ ઘરમાં પડી હોય તો તેને જ ન્યાય આપજો ! અને હા ! આજપછી કોઈ ને પીવાની ના તો ક્યારેય ના પાડશો…

?? પીવો… ને પીવડાવો… ??

Related posts

સદીના અંત સુધીમાં ૨૦૦૦ મીટર સુધીનું સમુદ્ર-જળ વધી જશે

editor

evening tweets

aapnugujarat

મોબાઈલને બહુ માથે ચડાવવા જેવો નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1