Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીની બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બ્રિટિશ વડાપ્રધાન ટેરિઝા મે સાથે વાતચીત કરી હતી. લંડનમાં તેમની વચ્ચે સાનુકુળ માહોલમાં આ વાતચીત થઇ હતી. મિટિંગ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, આના કારણે સંબંધોમાં નવી ઉર્જા આવશે. ચીન ઇન્ટરનેશનલ સોલાર એલાઈન્સનો હિસ્સો બન્યો છે તે ખુશીની બાબત છે. તેમનો વિશ્વાસ છે કે, માત્ર ક્લાઈમેન્ટ ચેંજની સામે આ જંગ નથી બલ્કે ભાવિ પેઢીઓ માટે પણ આ એક અભિયાન તરીકે છે. મોદીએ ટેરિઝા સાથે વાતચીત બાદ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ સાથે વાતચીત કરી હતી. તેમની સાથે મોદીએ સાયન્સ એક્ઝિબીશનમાં ભાગ લીધો હતો. મોદીએ કહ્યું હતું કે, લિંગાયત સમાજના સંત બસશ્વેસરની જ્યંતિના પ્રસંગે અહીના લોકો સાથે મળવાની તક મળી છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પક્ષો સંત બસશ્વેસરની જ્યંતિને યાદ કરી રહ્યા છે. તમામ પાર્ટીઓ લિંગાયત સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં બ્રિટનમાં મોદીનું આ નિવેદન ખુબ મહત્વપૂર્ણ છે. મોદી સાથે વાતચીત દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ટેરિઝાએ કહ્યું હતું કે, અમે ભારત અને બ્રિટનના લોકોના હિત માટે સાથે મળીને કામ કરીશું. ત્રણ દેશોની પાંચ દિવસની યાત્રાના ભાગરુપે મોદી ગઇકાલે મોડી રાત્રે સ્ટોકહોમથી સીધીરીતે બ્રિટન પહોંચ્યા હતા. હિથ્રો વિમાની મથકે વિદેશ મંત્રી જોન્સને તેમનું સ્વાગત કર્યું હતું.
કોમનવેલ્થ દેશોના નેતાઓની બેઠકમાં ભાગ લેવા માટે મોદી પહોંચ્યા હતા. મોદી બ્રિટનની મહારાણીને મળવા માટે બંકિમહામ પેલેસમાં જનાર છે. ેતના ઉપર તમામની નજર છે. પ્રિન્સ ચાર્લ્સ સાથે એક્ઝિબિશનમાં ભાગ લેવા પહોંચેલા મોદીએ કહ્યું હતું કે, ભારતનો પાંચ હજાર વર્ષનો ઇતિહાસ છે. આ એક્ઝિબિશનમાં ભારતના પ્રાચીન શહેરોથી લઇને સ્પેશ અભિયાન અને ગણિતના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં ભારતના એવા પ્રયોગોને તક આપવામાં આવી છે જેના કારણે દુનિયા બદલાઈ ગઈ છે. આ એક્ઝિબિશન ૨૨મી એપ્રિલ ૨૦૧૮ સુધી ચાલનાર છે.

Related posts

ભારતીય જનતા પાર્ટીના અધિવેશનની તૈયારી

aapnugujarat

કાશ્મીરમાં ૨૦૦ આતંકી સક્રિય

editor

દુરંતો એક્સ્પ્રેસ પખવાડિયા માટે રદ

editor

Leave a Comment

UA-96247877-1