Aapnu Gujarat
રાષ્ટ્રીય

દુરંતો એક્સ્પ્રેસ પખવાડિયા માટે રદ

કોરોના વાઈરસના વધતા સંક્રમણને કારણે સરકારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી પશ્રિ્‌ચમ રેલવેમાંથી લાંબા અંતરની મેલ-એકસપ્રેસ ટ્રેનના પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો હોવાને કારણે પશ્ચિમ રેલવેમાંથી મુંબઈ ડિવિઝનની અમુક દુરંતો ટ્રેનોને એક પખવાડિયામાં માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેમાંથી મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસ (૦૯૦૦૯) ૩૦મી એપ્રિલથી ૧૪મી મે, નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની દુરંતો એક્સ્પ્રેસ (૦૯૦૧૦) પહેલીથી મેથી ૧૫મી મે, બાંદ્રા ટર્મિનસ-અમૃતસર એક્સપ્રેસ (૦૯૦૨૫) ત્રીજી મેથી દસમી મે તથા અમૃતસર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન (૦૯૦૨૬) સુધી રદ રહેશે. આ ઉપરાંત, મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર દુરંતો (૦૯૨૨૭) ૨૯મી એપ્રિલથી પંદરમી મે, ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન (૦૯૨૨૮) ૩૦મી એપ્રિલથી ૧૬મી મે, મુંબઈ સેન્ટ્રલ-જયપુર દુરંતો (૦૯૨૨૯) ૨૭મી એપ્રિલથી ૧૧ મે, જયપુર-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ (૦૯૨૩૦) ૨૯મી એપ્રિલથી ૧૩મી મે, મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ (૦૯૨૩૧) ૨૭મી એપ્રિલથી ૧૪મી મે, મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ ૨૭મી મેથી ૧૩મી મે સુધી રદ રહેશે. ઉપરાંત, સુરત-અમરાવતી-સુરત સુપરફાસ્ટ ટ્રેન (૦૯૧૨૫-૦૯૧૨૬) એક ૩૦/પહેલી એપ્રિલથી ૧૪/૧૫મી મે સુધી રદ રાખવામાં આવી છે, એમ સત્તાવાર જણાવ્યું હતું.

Related posts

મહાશિવરાત્રિ સ્નાન સાથે આજે કુંભની પૂર્ણાહૂતિ

aapnugujarat

ડુંગળીની કિંમતમાં ૭૯ ટકા સુધીનો ઘટાડો નોંધાયો

aapnugujarat

सपा ने आजमगढ़ को बनाया आतंक का गढ़ : सीएम योगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1