Aapnu Gujarat
ગુજરાત

રાજ્યભરના એટીએમમાં રોકડનો કકળાટ યથાવત્‌

રાજયમાં અનેક શહેરની સાથે અમદાવાદમાં પણ એટીએમ બંધ છે. મોટા ભાગના એટીએમ બંધ છે. એટીએમમાં કેશ ન હોવાથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે. નોટબંધી જેવી જ હાલાકી હાલ એટીએમમાં થયેલી કેશબંધીને કારણે થઇ રહી છે.રાજ્યમાં અનેક જિલ્લાઓની સાથે પાટણ જિલ્લામાં પણ વિવિધ બેંકોના એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. લગ્નની સિમનમાં કેશ ન મળતા લોકો પરેશાન થયા હતા.જરૂરિયાત સમયે રોકડ ન મળતા ગ્રાહકોએ બેંકના સત્તાધીશો સામે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.એટીએમ બંધ હોવાથી ખેડૂતો સહિત વેપારી વર્ગ પરેશાન થયા હતા.ઉલ્લેખનીય છે કે, એટીએમ આગળથી સિકયુરિટી પણ હટાવી લેવાઇ છે. તેમજ એટીએમ બંધ છે તેવા બોર્ડ મારી દેવાયા છે.
અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે પણ મોટાભાગના એટીએમ બંધ રહેતા કેશનો કકળાટ ઉભો થયો હતો. મોડાસા,બાયડ,ધનસુરામાં કેટલીક બેંકોના એટીએમમાં પૈસા ખૂટી પડતા લોકો પરેશાન થયા હતા. જરૂરિયાતમંદ લોકોને પૈસા ન મળતા બેંકના સત્તાધીશો સામે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.રાજયમાં અનેક શહેરો સહિત જિલ્લાઓમાં એટીએમ બંધ હોવાથી કેશબંધીની સ્થિતિ સર્જાઇ છે. લગ્નની સિઝન સમયે મોટાભાગના એટીએમ બંધ હાલતમાં જોવા મળતા ગ્રાહકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. આ તરફ પાટણ જિલ્લામાં વિવિધ બેંકોના એટીએમ બંધ હતા. એટીએમ બંધ છે તેવા બોર્ડ લગાવાયા હતા.. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ બીજા દિવસે એટીએમ બંધ હોવાથી ખેડૂતો સહિત વેપારી વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો. જિલ્લાઓની સાથે અમદાવાદ શહેરમાં પણ મોટાભાગના એટીએમ બંધ હતા. એટીએમમાં કેશ ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી.

Related posts

शहर में मेघ गर्जना के साथ कई क्षेत्रों में फिर बारिश हुई

aapnugujarat

આજે અમદાવાદમાં સર્વપક્ષીય દલિત ચિંતન બેઠકનું આયોજન

aapnugujarat

એશિયાની સૌથી મોટી નવરાત્રી સુરતમાં નહીં યોજાય

editor

Leave a Comment

UA-96247877-1