Aapnu Gujarat
ગુજરાત

એશિયાની સૌથી મોટી નવરાત્રી સુરતમાં નહીં યોજાય

કોરોના મહામારી વચ્ચે ગુજરાતના લોકોનો સૌથી પ્રિય તહેવાર એટલે નવરાત્રી નજીક આવી રહ્યો છે. પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે આ વખતે ગુજરાતમાં નવરાત્રી થશે કે નહીં આ બધું સમય જ જણાવશે. પરંતુ એશિયાની સૌથી મોટી નવરાત્રી જ્યાં થાય છે તેવા સુરતનાં સરથાણામાં આ વખતે ગરબા નહીં યોજાય. આ સમાચારથી સુરતવાસીઓ ઘણાં જ દુખી થશે. આ વખતે ખૈલૈયાઓનો તો નવરાત્રીમાં મૂડ નહીં રહે તેમની સાથે નવરાત્રીનાં આયોજનમાં જે નાનાથી માંડીને મોટા કામ કરતા હોય છે તેવા લોકો પણ ઉદાસ થવાના છે. કારણ કે તેઓ પણ બેકાર બનવાના છે.કોરોના મહામારીને લઈને લોકો મોટા પ્રમાણના બેકાર બન્યા છે ત્યારે આગામી દિવસમાં આવનારી નવરાત્રી જેના માટે ગુજરાતના લોકો પહેલાથી જ તૈયારી કરતા હોય છે. ત્યારે કોરોના વધતા સંક્રમણને કારણે ઓગસ્ટ સુધી નવરાત્રી અંગે વિચારવાનું માંડી વાળ્યું છે.
સરકાર આવનારો સમય જોઇને કોઇપણ નિર્મય લેશે તેમ જણાવ્યું છે. ત્યારે આ નવરાત્રી સાથે જોડાયેલા અનેક લોકો હાલ તો બેકાર બન્યા છે. જોકે, એક આયોજન પાછળ સિક્યુરિટી સાથે અનેક એજન્સી જોડાયેલી હોય છે. જેમાં સિગર સાથે ઓર્કેસ્ટ્રા, સાઉન્ડ સિસ્ટિમ, મંડપ ડેકોરેશન, લાઈટ ફાયર વર્કસ અને ઘણાં બધા સ્પોનસર અને ખાસ કરીને ફૂડ કોનર્ર સહિતના લોકો બેકાર બન્યા છે. જોકે, સુરતમાં જે રીતે કોરોના વધી રહ્યો છે ત્યારે એશિયાની સૌથી મોટી નવરાત્રી સુરતના સરસાણા ખાતે થાય છે, ત્યારે આયોજકો દ્વારા જનહિતમાં આ વર્ષે નવરાત્રી નહિ કરવાનું આયોજન કરી નાખવામાં આવ્યુ છે.નવરાત્રીમાં કામ કરતા સિક્યુરિટી સાથે સાઉન્ડ સિસ્ટમ, લાઈટ મંડપ અને નાની મોટી કામગિરી કરતા લોકો. આ એવો તહેવાર છે કે, આખા વર્ષનું કામનું કામ માત્ર આ ૧૦ દિવસમાં કરતા હોય છે. ત્યારે આ વખતે કોરોના મહામારી કારણે અનેક લોકો છેલ્લા ૩ મહિનાથી બેકાર બન્યા છે. કારણકે લગ્ન સીઝન સાથે અનેક એવી સીઝન આવીને ગઇ પરંતુ લોકો નવરાત્રી પર નજર રાખીને બેઠા હતા. ત્યારે નવરાત્રીનાં રંગમાં પણ ભંગ પડ્યો છે.
નવરાત્રીમાં છેલ્લા એક વર્ષથી એંકરીગ સાથે ગાવાની કલાકારો પ્રેક્ટિસ કરતા હોય છે. જોકે, આ નવરાત્રી તેમની માટે આજીવિકાનું સાધન છે ત્યારે કોરોના કારણે છેલ્લા બે મહિનાથી કોઈ કામ નથી. તેવામાં નવરાત્રી કેન્સલ થતા આવા કલાકારોની હાલત કફોડી બની છે. ત્યારે એશિયાની સૌથી મોટી થતી નવરાત્રીમાં તેમને એક અલગ પ્લેટફોર્મ મળે છે ત્યારે આ વર્ષે તેમને નુકસાની વેઠવાની વારો આવ્યો છે. પરંતુ બીજી બાજુ કલાકારો પણ માની રહ્યાં છે કોરોના સંક્રમણને અટકાવવા માટે નવરાત્રી કેન્સલ થાય તે જરૂરી છે.નવરાત્રિને લઇને સુરતમાં યુવાનો સાથે યુવતી નવરાત્રીના છ મહિના પહેલા તૈયારી શરૂ કરી નાખતા હોય છે. પહેલા નવરાત્રિના કપડાની ખાસ ખરીદી કરતા હોય છે ત્યારબાદ સાથે ગરબા રમવા માટે અને નવરાત્રીના આયોજનના ઇનામ મેળવા માટે ક્લાસ જોઇન કરીને ખાસ પ્રેક્ટિસ કરતા હોય છે. જોકે આ દશ દિવસ તેમને કોઈ રોક ટોક નહિ હોવા સાથે મન મૂકીને જૂમીને ગરબા ગાતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે આયોજન કેન્સલ થતા તેવો નિરાશ થઇ ગયા છે. કેટલાક તો આખા વર્ષ પોતાની આવક અથવા પોકેટમનીમાંથી ખાસ રૂપિયા બચાવીને ખાસ ખર્ચ પણ કરતા હોય છે. તેવામાં આ કેન્સલ થતા હવે આવતા વર્ષ સુધી તેમને રાહ જોવાનો વારો આવ્યો છે.

Related posts

પક્ષથી નારાજ ચાલી રહેલા પૂર્વ સાંસદે કોળી સમાજ માટે 22 ટિકિટોની માંગણી કરી

aapnugujarat

अहमदाबाद में पति ने पत्नी के प्राइवेट पार्ट में भरा लाल मिर्च पाउडर

editor

प्रोपर्टी टैक्स में आगामी २ वर्ष एक रुपये की वृद्धि नहीं होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1