Aapnu Gujarat
મનોરંજન

નવી બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મને લઇ ભારે સસ્પેન્સ

લાંબા સમયથી નારાયણસિંહની આગામી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મની રજૂઆતની તારીખને લઇને ભારે દુવિધાભરી સ્થિતી છે. કારણકે ફિલ્મનુ શુટિંગ લાંબા સમયથી ચાલી રહ્યુ છે. ફિલ્મમાં શાહીદ અને શ્રદ્ધા કપુર કામ કરી રહ્યા છે.  અભિનેત્રીના નામ પર ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તે અંગે દુવિધાભરી સ્થિતી હતી. જો કે થોડાક સમય પહેલા અભિનેત્રીની પસંદગી કરી લેવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ ફિલ્મમાં આશાસ્પદ શ્રદ્ધા કપુર નજરે પડનાર છે. પહેલા કેટરીના કેફ અને ઇલિયાના ડી ક્રુઝના નામ સપાટ પર આવ્યા હતા. જો કે હવે શ્રદ્ધા કપુરના નામ પર સહમતિ થઇ ગઇ છે. હવે શ્રદ્ધા કપુરનુ નામ નક્કી કરવામાં આવ્યા બાદ ટુંક સમયમાં જ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. શ્રદ્ધા કપુર અને શાહિદ કપુરની જોડી બીજી વખત હવે કામ કરવા જઇ રહી છે. પહેલા બન્નેની જોડી હૈદરમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળ રહી હતી. જો કે આ ફિલ્મને અનેક એવોર્ડ મળ્યા હતા. ફિલ્મનુ શુટિંગ ઘણા સમયથી ચાલી રહ્યુ છે. ફિલ્મના નિર્માતા પ્રેરણા અરોડાના કહેવા મુજબ ફિલ્મ સૌથી પહેલા કેટરીના કેફને ઓફર કરવામાં આવી હતી. આનંદ એલ રોય વ્યસ્ત હોવાના કારણે તે ફિલ્મ કરી શકી નથી. રોયની સાથે કેટરીના કેફ અન્ય ફિલ્મમાં કામ કરી રહીછે. કેટરીના, ઇલિયાના અને અન્ય અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યા બાદ હવે આખરે શ્રદ્ધા કપુરને ફિલ્મ માટે મનાવી લેવામાં આવી છે. શ્રદ્ધા કપુર તરત રોલ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી.

Related posts

શાહિદની પદ્માવત ફિલ્મમાં દમદાર ભૂમિકા જોવા મળશે

aapnugujarat

ટાઈમ્સ સ્ક્વેર પર સલમાન ખાનની ‘ટ્યૂબલાઈટ’નું પોસ્ટર લગાવાયું

aapnugujarat

‘ABCD ३’ में दिखेंगे वरुण धवन और कटरीना कैफ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1