Aapnu Gujarat
મનોરંજન

અભિષેક સાથે કાશ્મીરમાં તાપ્સી શુટિંગ કરશે : રિપોર્ટ

તાપ્સી પન્નુ અને અભિષેક બચ્ચન હવે એક સાથે જમ્મુ કાશ્મીરમાં શુટિંગ કરવા જઇ રહ્યા છે. તેમની ફિલ્મનુ શુટિંગ અમૃતસરમાં પૂર્ણ કરી લીધા બાદ તે હવે જમ્મુ કાશ્મીરમાં શુટિગ કરનાર છે. આના માટે તમામ ટીમમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં રહેલી તાપ્સી હવે ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે. ફિલ્મ પિન્કમાં જયાં તાપ્સીએ જોરદાર ભૂમિકા કરીને તમામને પ્રભાવિત કરી દીધા હતા. હવે તાપ્સી ફિલમના અંતિમ હિસ્સાના શુટિંગ માટે કાશ્મીર પહોંચી રહી છે. અભિષેક ને વિક્કી કૌશલની સાથે તે અમૃતસરમાં શુટિંગ પૂર્ણ કરી ચુકી છે. હવે ફિલ્મના અંતિમ તબક્કાના શુટિંગ માટે કાશ્મીર પહોંચનાર છઠે. આ સપ્તાહના અંત સુધી કાશ્મીરમાં ફિલ્મના શુટિંગને હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. કાશ્મીર હમેંશા બોલિવુડના પસંદગીના સ્થળ તરીકે રહ્યુ છે. બોલિવુડમાં બોલ્ડ સ્ટાર તરીકેની છાપ ધરાવનાર તાપ્સીએ હજુ સુધી આ શહેરમાં શુટિંગ કર્યુ નથી. દેશના તમામ વિસ્તારમાં શુટિંગ કરી ચુકેલી તાપ્સી હવે જમ્મુ કાશ્મીરમાં શુટિંગ કરવા પહોંચી રહી છે. તાપ્સી કાશ્મીરમાં ફિલ્મના શુટિંગને લઇને ભારે ખુશ છે. મનમર્જિયા અનુરાગ કશ્યપની પ્રથમ રોમેન્ટિક ફિલ્મ છે. હાલમાં જ તાપ્સી ધ ગાજી અટેક નામની ફિલ્મમાં નજરે પડી હતી. ફિલ્મને નેશનલ એવોર્ડ જીતી લેવામાં સફળતા મળી હતી. તાપ્સીનુ કહેવુ છે કે ગાજી ફિલ્મને લઇને તે ભારે ખુશ રહી છે. તેનુ કહેવુ છે કે તે ત્રીજી વખત કોઇ રાષ્ટ્રીય એવોરડ વિજેતા ફિલ્મમાં હિસ્સા તરીકે રહી છે. હવે તેની પાસે સતત સારી ફિલ્મો છે.

Related posts

સુશાંતની સાથે ચંદા મામા દુર કેમાં શ્રદ્ધા નજરે પડશે

aapnugujarat

સુશાંત અને શ્રદ્ધા એક સાથે નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

aapnugujarat

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1