Aapnu Gujarat
મનોરંજન

સુશાંતની સાથે ચંદા મામા દુર કેમાં શ્રદ્ધા નજરે પડશે

સુશાંતસિંહ રાજપુત હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ ચંદા મામા દુર કે ફિલ્મને લઇને તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મના ભાગરૂપે તે હાલમાં નાસાના સ્પેસ સેન્ટરમાં ટ્રેનિંગ લઇ ચુક્યો છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મમાં હવે સુશાંતની સાથે શ્રદ્ધા કપુર અભિનેત્રી તરીકે રાખવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. તેના નામ પર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી હતી. હવે શ્રદ્ધા કપુરની પસંદગી કરી લેવામાં આવી છે. ફિલ્મની પટકથા ત્રણ અંતરિક્ષ યાત્રીની આસપાસ ફરે છે. આ ત્રણ અંતરિક્ષ યાત્રી પૈકી બેમાં તો સુશાંત સિંહ રાજપુત અન નવાજુદ્દીન સિદ્દીકી છે. ત્રીજી અંતરિક્ષ યાત્રી તરીકે શ્રદ્ધા કપુરને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મનુ શુટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવ્યુ હતુ. પહેલા શ્રદ્ધા પણ પોતાના હિસ્સાનુ શુટિંગ પૂર્ણ કરી લેશે. નાસાના ટ્રેનિંગ સેન્ટરમાં સુશાંત કેટલાક વર્કશોપમાં હિસ્સો લઇ ચુક્યો છે. જ્યાં તે અંતરિત્ર યાત્રીની લાઇફને નજીકથી સમજી લેવાના પ્રયાસ કરી ચુક્યો છે. સાથે સાથે તે અંતરિક્ષયાનને ઉડાવવાની ટેકનોલોજીને લઇને પણ અભ્યાસ કરી ચુક્યો છે. જીરો ગ્રેવિટી, પ્રોફેશનલ સ્પેસ સુટ પહેરવા જેવી માહિતી મેળવી ચુક્યો છે. ચંદા મામા દુર કે ફિલ્મનુ શુટિંગ મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદ ખાતે મોટા ભાગ કરવામાં આવી રહ્યુ છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્ટુડિયોમાં પણ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. સુશાંત રાજપુત થોડાક સમય પહેલા ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મમાં જોરદાર ભૂમિકા અદા કરી ગયો હતો. તેની ભૂમિકાની ચારેબાજુ ભારે પ્રશંસા થઇ હતી. હવે તે વધુ એક મોટી અને શાનદાર પડકારરૂપ ભૂમિકા ધરાવતી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે.તે કુશળ સ્ટાર તરીકે ઉભર્યો છે.

Related posts

‘पति पत्नी और वो’ मैं अलग हूं : भूमि

aapnugujarat

जल्द ही एक हिंदी फिल्म करने वाला हूं : धनुष

aapnugujarat

નાગિન-૩માં જોવા મળશે અનિતા હંસનંદાની અને સુરભી જ્યોતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1