Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખાનગી સેક્ટરના કર્મીઓ માટે ગ્રેચ્યુટી લિમિટ વધારવા તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે હવે ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી લિમિટ વધારી દેવા અને મૈટરનિટી લીલ આપવા માટે લોકસભામાં બિલ રજૂ કરી દીધુ છે. આ બિલ રજૂ કરવામાં આવ્યા બાદ ખાનગી સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને રાહત મળે તેવી શક્યતા છે. પ્રાઇવેટ સેક્ટરમાં ગ્રેચ્યુટી લિમિટ સરકારી કર્મચારીઓની જેમજ વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે. શ્રમ પ્રધાન સંતોષ કુમાર ગંગવારે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી બિલ સંસદમાં રજૂ કર્યા બાદ આને લઇને આશા વધી ગઇ છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ ૧૯૭૨ને ફેક્ટરીઓ, ખાણ, ઓઇલફિલ્ડ, પ્લાનટેશન, પોર્ટ, રેલવે, દુકાનો અને અન્ય સ્થાનોમાં નોકરી કરતા કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા હતી. તે ૧૦થી વધારે કર્મચારીઓવાળી સંસ્થામાં ઓછામાં ઓછા પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરનાર કર્મચારીઓ માટે લાગુ થાય છે. આ ઉપરાંત મૈટરનિટી બેનિફિટ એક્ટ ૨૦૧૭ મારફતે મૈટરનિટી લીવને ૧૨ સપ્તાહથી વધારીને ૨૬ સપ્તાહ સુધી કરી દેવામાં આવનાર છે.તમામ જાણકાર નિષ્ણાંતો કહે છે કે ગ્રેચ્યુટીની રકમ નોકરીના દરેક વર્ષ માટે ૧૫ દિવસના વેતનના આધાર પર નક્કી કરવામાં આવે છે. તેની મહતમ મર્યાદા હાલમાં ૧૦ લાખ રૂપિયા છે. જે વર્ષ ૨૦૧૦માં નક્કી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સાતમા વેતન પંચની ભલામણ અમલી કરવામાં આવ્યા બાદ ગ્રેચ્યુટી લિમિટ ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. સરકારે કહ્યુ છે કે ફુગાવા અને પગારમાં વધારાને ધ્યાનમાં લઇને સરકારી કર્મચારીઓની સાથે પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલા કર્મચારીઓ માટે ગ્રેચ્યુટીની મર્યાદા વધારી દેવાની જરૂરીયાત અનુભવ કરવામાં આવી રહી છે. આના માટે એક્ટમાં સુધારો કરવાના બદલે કેન્દ્ર સરકારને અધિકાર આપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. આના કારણે વેતન અને ફુગાવામાં વધારો અને ભવિષ્યના વેતન પંચને ધ્યાનમાં લઇને ગ્રેચ્યુટીની રકમને વધારી શકાય છે. કેન્દ્રિય પ્રધાનમંડળ દ્વારા વ્યાપક રીતે જુદા જુદા પાસા પર વિચારણા કરી છે.કેન્દ્રિય પ્રધાનમંડળે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી સુધારા બિલને રજૂ કરવા માટે ૧૨મી સપ્ટેમ્બરના દિવસે લીલીઝંડી આપી હતી. આના કારણે ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે પણ ગ્રેચ્યુટી લિમિટને વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવનાર છે. આ કાયદાનો મુખ્ય ઉદ્ધેશ્ય કર્મચારીઓને નિવૃત થયા બાદ નાણાંકીય સુરક્ષા ઉપલબબ્ધ કરાવવાનો રહ્યો છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ આ નિર્ણયના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓને રાહત મળી શકે છે. મોદી સરકાર આ દિશામાં હવે ઝડપથી આગળ વધવાની ઇચ્છા ધરાવે છે. ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી લીધા બાદ ભાજપ સરકાર વધારે ઝડપથી સુધારાની દિશામાં આગળ વધી શકે છે. મોદી સરકારે છેલ્લા સાઢા ત્રણ વર્ષના ગાળા દરમિયાન કેટલાક કઠોર અને સાહસી નિર્ણય કર્યા છે. જેમાં નોટબંધી અને જીએસટીનો સમાવેશ થાય છે. આ નિર્ણયોની અસર સરકારપણ થઇ રહી છે.

Related posts

PM inaugurates Pakyong Airport, as air connectivity reaches Sikkim

aapnugujarat

દિલ્હીમાં એએપી સાથે કોઇ ગઠબંધન કરવા રાહુલની ના

aapnugujarat

બિહારમાં મહાગઠબંધનની જાહેરાત : કુશવાહ ઇન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1