Aapnu Gujarat
મનોરંજન

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને ફિલ્મ બનાવવાની તૈયારી કરી ચુક્યા છે. આ ફિલ્મનુ નામ એક લડકી કો દેખા તો એસા લગા રાખવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી ચોપડા નિર્દેશન કરનાર છે. આ સંબંધમાં વાત કરતા વિધુ વિનોદ ચોપડાએ વિગત આપતા કહ્યુ છે કે આ એક ખુબ મોટી બાબત છે. તે આને લઇને ખુબ ઉત્સાહિત છે. અનિલ કપુરની સાથે ફિલ્મને લઇને તેઓ પહેલાથી જ આશાવાદી હતા. અનિલ કપુર અને સોનમ એક સાથે કામ કરી રહ્યા છે. અનિલ કપુર તો વિતેલા વર્ષોમાં સુપર સ્ટાર તરીકે હતો. તેની બોલબાલા સમગ્ર ભારતમાં જોવા મળી હતી. તે વિતેલા વર્ષોમાં રામ લખન, કર્મા, ઇશ્વર જેવી અનેક ફિલ્મ કરી ચુક્યો છે. બીજી બાજુ સોનમ કપુર હાલમાં યુવા પેઢીમાં લોકપ્રિય અભિનેત્રી છે. સંજયની બાયોપિક ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં રણબીર કપુર મુખ્ય રોલમાં નજરે પડી રહ્યો છે. આ ફિલ્મમાં પણ સોનમ કપુર નાનકડી ભૂમિકા અદા કરી રહી છે. સંજય દત્તની પત્નિ માન્યતાના રોલમાં ફિલ્મમાં દિયા મિર્જા નજરે પડનાર છે.
સોનમ કપુર અને અનિલ કપુરની ફિલ્મને લઇને હજુ સુધી નામનની જાહેરાત કરવામાં આવી હતી. જો કે ફિલ્મને લઇને ટુંક સમયમાં જ નામની જાહેરાત કરવામાં આવનાર છે. અન્ય કલાકારોના નામની જાહેરાત હવે કરવામાં આવનાર છે. સોનમ કપુર બોલિવુડમાં મોડલિંગને લઇને પણ લોકપ્રિય રહી છે. સોનમ કપુરે બોલિવુડ કેરિયરની શરૂઆત સાવરિયા મારફતે કરી હતી. આ ફિલ્મ મારફતે જ રણબીરે પણ પોતાની કેરિયર શરૂ કરી હતી.

Related posts

मुंबई में मोदीजी के लिए सच्चा प्यार नहीं दिखाई देता : रणबीर

aapnugujarat

પદ્માવતીમાં અદિતી રાવ રણવીરની પત્ની તરીકે દેખાશે

aapnugujarat

હુમા કુરેશી હાલ કોઇ મોટી ફિલ્મ કરી રહી નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1