Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઇન્ડિગો બાદ જેટ એરવેઝનો પણ બોલી લગાવવા ઇનકાર : એરઇન્ડિયાના ખાનગીકરણની યોજનાને ફટકો

દેવામાં ડુબેલી એર ઇન્ડિયાના ખાનગીકરણની યોજનાને આજે મોટો ફટકો પડ્યો હતો. ઇન્ડીગો બાદ હવે જેટ એરવેઝે પણ જાહેરાત કરી છે કે તે એર ઇન્ડિયાની બોલીમાં ભાગ લેશે નહી. થોડાક દિવસ પહેલા જ ઇન્ડીગોએ એર ઇન્ડિયાના અધિગ્રહણની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. જેટ એરવેઝના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ અમિત અગ્રવાલે કહ્યુ હતુ કે અમે એર ઇન્ડિયાના ખાનગીકરણના સરકારના પ્રયાસની પહેલનુ સ્વાગત કરીએ છીએ જો કે ઇન્ફોર્મેશન મેમોરેન્ડમમાં ઉલ્લેખ કરવામાં આવેલી શરત પર વિચારણા કરવા અને પોતાની સમીક્ષા ના પરિણામના આધાર પર અમે આ ખાનગીકરણની પ્રક્રિયામાં સામેલ થવા જઇ રહ્યા નથી. કોઇ સમય ભારતીય એરલાઇન્સ સેક્ટરમાં બેતાજ બાદશાહ તરીકે રહેલી એર ઇન્ડિયાએ ધીમે ધીમે તેની ચમક ગુમાવી દીધી છે. દુનિયાભરમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા એરલાઇન્સના માર્કેટમાં નવા લો કોસ્ટ ખાનગી એરલાઇન્સની સામે એર ઇન્ડિયાની માર્કેટ હિસ્સેદારી સતત ઘટતી રહી છે.
સરકારી આંકડામાં કહેવામાં આવ્યુ છે કે તે એર ઇન્ડિયા પર હાલમાં ૫૦૦૦૦ કરોડથી વધુનુ દેવુ છે. સરકાર પાસેથી તેને આશરે ૩૮૦૦૦ કરોડ રૂપિયાનુ બેલઆઉટ પેકેજ મળ્યુ છે. જો કે નિષ્ણાંતો નક્કર પણે માને છે કે તેને મુશ્કેલમાંથી બહાર કાઢવા માટે હજુ જંગી નાણાંની જરૂર છે. ભારત સરકારે હાલમાં જ કહ્યુ હતુ કે તે સંઘર્ષમાં રહેલી એર ઇન્ડિયાના ૭૬ ટકા શેર વેચી દેવા માટે ઇચ્છુક છે. ભારત હાલના સમયમાં સૌથી ઝડપથી વધી રહેલા પેસેન્જરપ એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝ પૈકી છે. જે આશરે ૨૦ ટકા વાર્ષિકના દરે વધે છે. આશરે ૧૨૫ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં વર્ષ ૨૦૧૬માં આશરે ૧૦ કરોડ લોકોએ વિમાની યાત્રા કરી હતી. ભારતીય એરલાઇન સેક્ટરમાં તેજીથી ગતિ આવતા એરલાઇન્સ પણ નવા નવા વિમાનો ખરીદવા માટેના ઓર્ડર આપી રહી છે.

Related posts

બહરાઈચમાં ભારે વરસાદ, જનજીવન ઠપ્પ

aapnugujarat

૨૬/૧૧ હુમલાને ભારત ક્યારેય ભુલી ન શકે : મોદી

aapnugujarat

રાષ્ટ્રવ્યાપી હડતાળથી ઘણી જરૂરી સેવા ઠપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1