Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉન્નાવ ગેંગરેપ કેસ : દબાણ વચ્ચે સીટની કરાયેલ રચના : ભાજપ ધારાસભ્યના ભાઈ અતુલની ધરપકડ

ઉન્નાવ ગેંગરેપ મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે ભારે દબાણ બાદ કેસની તપાસ માટે સીટની રચના કરી દીધી છે. પીડિતાએ આ મામલામાં સ્થાનિક ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત કેટલાક લોકો ઉપર ગેંગરેપનો આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ પીડિતાના પિતા સાથે મારામારીના આરોપમાં આજે ધારાસભ્યના ભાઈ અતુલ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું છે કે, આ મામલામાં જે કોઇપણ દોષિત હશે તેને છોડવામાં આવશે નહીં. દરમિયાનમાં ગેંગરેપ પીડિતાના પિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમની સાથે મારામારી થઇ હોવાના અહેવાલને સમર્થન મળ્યું છે. તેમના શરીર પર ઇજાના ૧૪ નિશાન મળી આવ્યા છે. એડીજી કાયદો અને વ્યવસ્થા આનંદકુમારે આજે કહ્યું હતું કે, પીડિતાએ પોતાની ફરિયાદમાં ધારાસભ્ય ઉપરાંત અન્ય કેટલાક લોકોના નામ લીધા છે. આ મામલામાં સીટની રચના કરવામાં આવી ચુકી છે. તેમણે ઉમેર્યું હતું કે, ૧૧મી જૂન ૨૦૧૭ના દિવસે નોંધવામાં આવેલી એફઆઈઆરમાં ધારાસભ્યનું નામ ન હતું પરંતુ ૨૨મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે ધારાસભ્યનું નામ સપાટી ઉપર આવ્યું હતું. આ મામલાની પણ તપાસ કરવામાં આવશે કે એફઆઈઆરના મામલામાં ઉન્નાવ પોલીસનો અહેવાલ યોગ્ય છે કે કેમ. આનંદ કુમારે એમ પણ કહ્યું છે કે, સીટની તપાસ લખનૌ ઝોનના એડીજીની દેખરેખ હેઠળ કરવામાં આવશે. આ મામલામાં જે પણ સામેલ છે અથવા તો જે લોકોના નામ એફઆઈઆરમાં છે તે તમામ લોકોની પુછપરછ કરવામાં આવશે. આ મામલામાં ધારાસભ્ય કુલદીપસિંહની પણ પુછપરછ કરવામાં આવશે. પીડિતાના પિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર કહેવામાં આવ્યું છે કે, શોક સેપ્ટીસીમિયાના કારણે તેમનું મોત થયું છે. પોલીસે પીડિતાના ઘાયલ પિતાને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા બાદ સારવાર હાથ ધરવામાં આવી હતી. મારામારીની ઘટના ગામમાં થઇ હતી. તેમનું મોતનું કારણ શોક સેપ્ટીસીમિયા દર્શાવવામાં આવ્યું છે. આનંદકુમારે એમ પણ કહ્યું છે કે, ધારાસભ્યના ભાઇ ઉપર મુકવામાં આવેલા આક્ષેપોમાં સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. આ મામલામાં કોઇને પણ ક્લીનચીટ આપવામાં આવી નથી. જે પણ દોષિત હશે તમામ સામે પગલા લેવામાં આવશે. ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહના ભાઈ અતુલ સિંહની આજે સવારે ઉન્નાવમાં ધરપકડ કરવામાં આવી હતી. અતુલ પર પીડિત યુવતીના પિતા સાતે મારામારી કરવાનો આક્ષેપ છે.

ઉન્નાવ બનાવ અંગે યુપી સરકારને માનવ અધિકાર દ્વારા નોટિસ અપાઈ
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે બળાત્કાર પીડિતાના પિતાના રહસ્યમય સંજોગોમાં મોતના મામલામાં ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસને નોટિસ ફટકારી છે. ઉન્નાવમાં જેલમાં કસ્ટડીમાં રેપ પીડિતાના પિતા સાથે મારામારી કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મુખ્યમંત્રીના આવાસની નજીક બળાત્કાર પીડિતા દ્વારા આત્મવિલોપન કરવાના પ્રયાસના એક દિવસ બાદ આ સમગ્ર ઘટનાક્રમમાં ઉંડી તપાસનો દોર શરૂ થયો છે. બળાત્કાર પીડિતાએ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેમના સાથીઓ ઉપર ગેંગરેપનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્યોના સમર્થકો સાથે ગયા સપ્તાહમાં ઝપાઝપી કરવા બદલ પીડિતાના પિતાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પીડિતાએ એવો આક્ષેપ પણ કર્યો છે કે, ધારાસભ્યો દ્વારા જ તેમના પિતાની હત્યા કરી દેવામાં આવી છે. કારણ કે, તેઓ તેમની સામે ફરિયાદ પરત લેવા માટે તૈયાર ન હતા. જો આક્ષેપો સાચા સાબિત થશે તો પીડિતાના પરિવારના માનવ અધિકારના ભંગનો ગંભીર મામલો નોંધાશે. ચીફ સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને નોટિસ ફટકારવામાં આવી છે.

Related posts

बेटियों को न्याय मिलकर रहेगा : उन्नाव और कठुआ गैंगरेप पर मोदी की प्रतिक्रिया

aapnugujarat

જવાનોને મળશે સ્વદેશી વસ્ત્રો અને ઉપકરણો

aapnugujarat

जीएसटी : बैंक चार्ज और इंश्यारेन्स प्रीमियम बढेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1