Aapnu Gujarat
ગુજરાત

પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ અમિત ચાવડાએ સંભાળ્યો

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ આજે વિધિવત્‌ રીતે પોતાના નવા હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતાં. હજારો કાર્યકરોએ ઢોલ-નગારા સાથે અમિત ચાવડાને વધાવ્યા હતા. આજથી ગુજરાત કોંગ્રેસની કમાન યુવા નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખની રૂએ સંભાળી લીધી છે. અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ તરીકેનો હોદ્દો ગ્રહણ કરવાની સાથે વિશાળ પદયાત્રા યોજી કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો-નેતાઓ અને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌનો આભાર માન્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાના પદગ્રહણ સમારોહ નિમિતે આજે પ્રદેશ કોંગ્રેસ કચેરી ખાતે હજારો કોંગ્રેસી કાર્યકરો, સેવાદળના કાર્યકરો, મહિલા કોંગ્રેસની મહિલા બહેનો, એનએસયુઆઇ સહિતના વિવિધ પાંખના કાર્યકરો, સ્થાનિક નેતાઓ અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો હાથમાં રાષ્ટ્રધ્વજ અને કોંગ્રેસના પંજાની ધજાઓ લહેરાવતા અને નવા પ્રદેશ પ્રમુખના સમર્થનમાં ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરતાં નજરે પડતા હતા. જોરદાર ઢોલ-નગારા અને અબીલ ગુલાલની છોળો ઉડાડી કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓએ નવા પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહને વધાવ્યો હતો અને તેમનું ભવ્ય સ્વાગત-અભિવાદન કર્યું હતું. અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ તરીકેનો હોદ્દો ગ્રહણ કરવાની સાથે વિશાળ પદયાત્રા યોજી કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો-નેતાઓ અને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે. અમિત ચાવડા રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેમના દાદા ઈશ્વર ચાવડા એક સમયે સંસદ સભ્ય હતા. આ ઈશ્વર ભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. આમ તે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા થાય છે. અમિત ચાવડા પૂર્વ સાંસદ ઈશ્વર ભાઈ ચાવડાના દીકરા અજીત ચાવડાના દીકરો છે. આ સંબંધે તે પૂર્વ સાંસદના પૌત્ર છે. ગુજરાત વિધાનસભામાં હાલ તેઓ વિપક્ષના દંડકની કમાન સઁંભાળી રહ્યા છે.

Related posts

પંચમહાલમાં કોંગ્રેસની બાઈક રેલી પર પથ્થરમારો

aapnugujarat

પાવીજેતપુરમાં આખલાએ હુમલો કરતા એક વ્યક્તિનું કરૂણ મોત

aapnugujarat

સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે કમોસમી વરસાદ

editor

Leave a Comment

UA-96247877-1