Aapnu Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે કમોસમી વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, કચ્છ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. અને ૪૦ કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવન ફુંકાઇ શકે છે. આ આગાહી સાંગોપાંગ સાચી ઠરી હતી. સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. અમરેલીનાં જાફરાબાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લોર, હેમાળ સહિત અનેક ગામોમાં ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત વાડિયામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.
વાડિયા, મોરવાડા, ખાખરીયા, ખડખડ સહિતનાં ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યાં હતા. આ ઉપરાંત ઉનાના ગીરગઢતા તાલુકામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. લોકોનાં ઘરનાં છાપરા ઉડ્યા હતા. ભારે પવનનાં કારણે કેરી અને તલનાં પાકને નુકસાન પહોંચ્યું હતું.જેતપુર અને જામકંડરણામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. જેતપુર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોને પાકનુકસાનીનો ભય પેઠો હતો. ઓછામાં પુરૂ હોય તેમ કમોસમી વરસાદની સાથે સાતે વરસાદ પણ મોટા પ્રમાણમાં પડ્યો હતો. જેના કારણે સ્થિતી ગંભીર પેદા થઇ હતી.

Related posts

ઘરમાં દારૂનું સેવન કરવું ગુનો ગણી શકાય નહીં

aapnugujarat

એસ.સી.-એસ.ટી. વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશિપનાં પૈસા ચુકવાયા નથી

aapnugujarat

શરાબ પર એક્સાઇઝ ડ્યુટી વધારવા ગુજરાતની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1