Aapnu Gujarat
ગુજરાત

શરાબ પર એક્સાઇઝ ડ્યુટી વધારવા ગુજરાતની તૈયારી

ડ્રાય ગણાતા ગુજરાતમાં શરાબને લઇને હમેશા વધારે પડાપડી જોવા મળે છે. શરાબના કાયદાઓને વધુ કઠોર બનાવી દીધા બાદ રાજ્ય સરકારે હવે શરાબ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવા માટેની પણ તૈયારી કરી લીધી છે. શરાબના ઉપયોગથી લોકોને રોકવા માટે શરાબ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાની તૈયારી કરવામાં આવી છે. એક્સાઇઝ ડ્યુટીમાં જંગી વધારો કરવામાં આવી શકે છે. ઘટનાક્રમ ઉપર નજર રાખનાર સુત્રોએ એક અગ્રણી અંગ્રેજી અખબારને કહ્યું છે કે, ગુજરાત સરકાર શરાબ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાની તૈયારીમાં છે. પરમિટવાળી દુકાનો પર વેચવામાં આવતી દુકાનો પર એક્સાઇઝ ડ્યુટીમાં ૫૦થી ૧૦૦ ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. હાલમાં સરકાર પ્રતિ પ્રુફલીટર શરાબ ઉપર એક્સાઇઝ ડ્યુટી ૨૫થી ૧૦૦ રૂપિયાનો ચાર્જ લે છે જેમાં ભારતમાં બનાવવામાં આવેલી શરાબ અને વિદેશી શરાબનો પણ સમાવેશ થાય છે. જો વધારાને અમલી કરવામાં આવશે તો પરમિટવાળી દુકાન પરથી શરાબની કિંમત વધી જશે. પ્રતિ બોટલ ૩૭.૫૦થી ૨૦૦ રૂપિયા સુધીનો વધારો થઇ જશે. દરેક કેટેગરીમાં ૫૦થી ૧૦૦ ટકા સુધીનો વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરી છે. આ નિર્ણય ઘણા સમયથી પેન્ડિંગ છે. ટૂંક સમયમાં જ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી શકે છે. સુત્રોએ સંકેત આપ્યો છે કે, આ વધારાથી પરિવહન ચાર્જ અને અન્ય ફીમાં પણ અસર કરશે. ગુજરાતમાં ૫૮ પરમિટની દુકાનો શરાબની રહેલી છે. સરકારને ૨૦૧૫-૧૬માં એક્સાઇઝ ડ્યુટીમાં ૩૨.૫ કરોડ રૂપિયાની આવક થઇ હતી જ્યારે ૨૦૧૬-૧૭માં ૩૮.૯ કરોડની આવક થઇ હતી.

Related posts

મતદાર યાદીની અંતિમ યાદી ૧૭મીએ પ્રસિદ્ધ થશે

aapnugujarat

અમદાવાદ હાટ ખાતે ગાંધી શિલ્પ બજાર હસ્તકલા મેળો તા.૧૭મી જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે

editor

રાજ્યમાંથી દારૂબંધી હટાવીશું તો બહેનો સલામત નહી રહે : મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1