Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં કોંગ્રેસની બાઈક રેલી પર પથ્થરમારો

ગુજરાતમાં પ્રચારના અંતિમ દિવસે પંચમહાલના હાલોલના કંજરી ગામેથી પસાર થઈ રહેલી કોંગ્રેસની બાઈક રેલી પર પત્થરમારો થતાં માહોલ ગરમાયો હતો. વાત એમ હતી કે હાલોલમાં ભાજપના ઉમેદવારના ગામ પાસેથી પસાર થતાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ડખો થયો હતો. તે દરમિયાન સામસામે બોલાચાલી થયા બાદ મામલો ગરમાયો હતો. તે પછી રેલીમાં પત્થરમારો થયો હતો.હાલોલમાં ભાજપના ઉમેદવારના ગામ પાસેથી પસાર થતાં, થયેલા પત્થરમારા પછી વાતાવરણમાં ગરમાવો આવી જતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.કોંગ્રેસ દ્વારા ભાજપના કાર્યકરો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Related posts

અમદાવાદનાં પશ્ચિમ ક્ષેત્રમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે

aapnugujarat

રાફેલ ડિલ સંદર્ભે ચુકાદાથી મોદીની બેદાગ છાપ ઉજાગર : વિજય રૂપાણી

aapnugujarat

ખેલ રાજ્યમંત્રીએ બાઠવા ગામે તળાવમાં ડૂબી જવાથી મરણ પામેલા યુવાનોના પરિવારોને સાંત્વના પાઠવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1