Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

હેકર્સે અમેરિકા અને રશિયાની બેંકોમાંથી ૧૦૦ લાખ ડોલર કર્યા ચાઉં

ફિલ્મોમાં બેંક ચોરી ઘણી જોઇ હશે, પરંતુ હવે બીજા પ્રકારની ચોરી થવા માંડી છે અને નકલી નહીં પણ અસલી ચોરી. આ ચોરી હેકિંગ કરીને થવા માંડી છે. રશિયાના હેકર્સે અમેરિકા અને રશિયાના ૧૮ બેંકોમાંથી લગભગ ૧૦૦ લાખ ડોલર ચોરી લીધા છે. મોસ્કો સ્થિત સિક્યોરિટી ફર્મે કહ્યું છે કે હેકર્સે ટાર્ગેટિંગ ઇન્ટરબેંક ટ્રાન્સફર સિસ્ટમનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી લીધા હતા.
હાઇ ટેક ક્રાઇમ અને ઓનલાઇન ફ્રોડની તપાસ કરતી ઇન્ટરનેટ કંપની ગ્રૂપ આઇબીએ ચેતવણી આપી હતી કે એ ચોરી ૧૮ મહિના પહેલાં શરૂ થઇ છે. બેંકના તમામ પૈસા હેકર્સે એટીએમથી ચોર્યા હતા. ગ્રૂપ આઇબીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પહેલો હુમલો ૨૦૧૬ની મધ્યમાં થયો છે અને તે હુમલા હેઠળ અમેરિકાની સૌથી મોટી બેંક મેસેજિંગ સિસ્ટમ સ્ટારને નિશાન બનાવી હતી, જેના સાથે ૫૦૦૦થી વધુ એટીએમ જોડાયેલા હતા.એક નિવેદનમાં ફર્સ્ટ ડેટાએ કહ્યું છે કે નાની નાની આર્થિક સંસ્થાઓમાં સ્ટાર નેટવર્કનો ઉપયોગ થઇ રહ્યો હતો. અહીંથી ૨૦૧૬ની શરૂઆતમાં ડેબિટ ક્રેડિટ કાર્ડસની જાણકારી ચોરી કરી લીધી હતી. જોકે, ફર્સ્ટ ડેટાએ એ પણ કહ્યું કે સ્ટાર નેટવર્કમાં ક્યારેય હેકિંગ થયું નથી, પરંતુ એ નાની-નાની સંસ્થાઓની સુરક્ષામાં છીંડા પાડવામાં આવ્યા છે. ગ્રૂપ આઇબીએ પૈસા ચોરનારા આ હેકર ગ્રૂપનું નામ મનીટેકર હોવાનું જણાવ્યું હતું કેમકે પેમેન્ટ ઓર્ડરને હાઇજેક કરવા માટે હેકરે આ નામનું સોફ્ટવેર ઉપયોગમાં લીધું હતું.હેકર્સે બેંકો અને ફાઇનાન્શિયલ સંસ્થાઓમાં છીંડાં પાડયા, જ્યાંથી તેણે આંતરિક બેંક દસ્તાવેજ ચોરી લીધા હતા અને તેનો ઉપયોગ કરીને એટીએમને નિશાન બનાવવા શરૂ કર્યા હતા. હેકર્સે એન્ટી વાઇરસને બાયપાસ કરી શકે એવા ટૂલનો ઉપયોગ કર્યો છે, જે પોતાની રીતે લોકેશન બદલતું રહે છે.

Related posts

ઈરાને હુમલા પછી વીણી વીણીને આંતકીઓનો કર્યો સફાયો

aapnugujarat

મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવા પાક.નો આદેશ

aapnugujarat

ताइवान को युद्ध की धमकी के बाद चीन ने शुरू किया सैन्याभ्यास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1