ઈરાનની સંસદ અને આયાતુલ્લા ખોમેનીના મકબરામાં થયેલા હુમલાના માસ્ટરમાઈન્ડ સહિત અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ઈરાનના સુરક્ષા અધિકારી અને એક પ્રધાને જણાવ્યું છે કે સંસદ અને આયાતુલ્લા ખોમેનીના મકબરામાં થયેલા હુમલા પછી અનેક શકમંદોને ઝડપી લેવાયા છે.ઈરાનમાં એક જ દિવસમાં થયેલા બે હુમલાનો બદલો લેવા અનેક શકમંદ આતંકીઓને ઓળખી કઢીને ઠાર મરાયા હતાં. મૃત્યુ પમેલા આ આતંકીઓમાં બેવડા હુમલાના કાવતરાખોરનો પણ સમાવેશ થાય છે. ઈરાનની સંસદમાં સાત જૂને ચાર બંદૂકધારીઓ ત્રાટક્યા હતા અને સાંસદોને બંધક બનાવ્યા હતાં. આ ઉપરાંત આયાતુલ્લા ખોમેનીના મકબરામાં પણ આતંકીઓ ઘૂસી ગયા હતાં. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસે સ્વીકારી હતી.પોલીસ વડા અજીજુલલ્લા મલેકીએ જણાવ્યું હતું કે પોલીસે શુક્રવારે દક્ષિણના પ્રાંત હોરમોઝગનમાં આઈએસના ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં. આ પૈકી બે જણાં વિદેશી છે. જ્યારે અન્યોની ઓળખ કરાઈ રહી છે. દરોડામાં આઈએસના ઝંડા અને શસ્ત્રો પણ મળી આવ્યા છે. ઈરાનના પાંચ નાગરિકો ઈરાક અને સીરિયા ગયા હતાં. તેમણે જ બુધવારે સંસદમાં ક્રાંતિકારી નેતા આયાતોલ્લા ખોમેનીના મકબરામાં હુમલો કર્યો હતોં. ગુપ્તર પ્રધાન મહેમુદ અલ્વીએ ગત શુક્રાવારે જણાવ્યું હતું કે હુમલાના કથિત મુખ્ય ભેજાબાજને દેશ બહાર જ ઢાળી દેવાયો હતો.