Aapnu Gujarat
ગુજરાત

એટ્રોસીટી એક્ટનો મૂળભૂત કાયદો અમલમાં છે : સરકાર

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું છે કે, એટ્રોસીટી એક્ટનાં અમલ માટે કોંગ્રેસ દ્વારા જે ભ્રામક પ્રચાર કરીને દલિતોને છેતરવામાં આવી રહ્યા છે. તે બંધ કરવું જોઈએ. એટ્રોસીટી એક્ટનો વર્ષ ૧૯૮૯નો જે મૂળ કાયદો છે. તે રદ કરાયો નથી અને તે મુજબ જ સંપૂર્ણ પણે અમલી છે જ અને રહેશે જ. મંત્રી પરમારે ઉમેર્યું હતું કે, એટ્રોસીટી એક્ટ સંદર્ભે ગુજરાતનાં પનોતા પુત્ર અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યંત સંવેદનશીલ છે તેથી તેમણે કેન્દ્ર સરકારમાં સત્તા સંભાળ્યા બાદ તુરત જ વર્ષ ૨૦૧૬માં એટ્રોસીટી એક્ટ ૧૯૮૯ની જોગવાઈઓ તથા ડા.બાબા સાહેબ આંબેડકરની પરીકલ્પનાઓ મુજબનાં સુધારા કરવા માટે સંસદમાં ત્રણ દિવસ સુધી ચર્ચા કરી વર્ષ ૨૦૧૬નાં સુધારા અમલી બનાવ્યા છે. જે કોંગ્રેસે ક્યારે પણ વર્ષ-૧૯૮૯ બાદ કરેલ ન હતું. આમ ભાજપા સરકારની દલિતો પ્રત્યે થતા અત્યાચાર રોકવા માટે સંવેદનશીલ છે અને તેના માટે કડક પગલા લેવા માટે કૃતનિશ્ચિયી છે. મંત્રીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેની સામે કેન્દ્રની ભાજપ સરકારે સૌ પ્રથમ રીવ્યુ પીટીશન દાખલ કરી હતી. સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવાલેજી અને રામવિલાસ પાસવાનજી દ્વારા અને ભાજપ શાસીત મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એટ્રોસીટી અંગે રીવ્યુ પીટીશન દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસે રાજ્યો દ્વારા કે કોઈ કોંગ્રેસના નેતાઓ દ્વારા એક પણ રીવ્યુ પીટીશન આજ સુધી દાખલ કરવામાં આવી નથી. ત્યારે કોંગ્રેસ ક્યા મોઢે દલિતોનાં હિતની વાતો કરી રહી છે. ગુજરાતનો દલિત સમાજ સંપૂર્ણ રીતે તમામ હકીકતોથી વાકેફ છે જે એટલે કોંગ્રેસ દલિત સમાજને ગેર માર્ગે દોરવાનું બંધ કરે. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ અત્યંત સંવેદનશીલતાથી દલિતો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરાઈ છે તે સંદર્ભે દલિતોને રાજ્ય સરકારને સહયોગ આપવા અપીલ કરી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા જે પીટીશન દાખલ કરાઈ છે તે સંદર્ભે કોર્ટ દ્વારા સંબંધિત પક્ષકારોને લેખિત દલીલો રજુ કરવા જણાવાયુ છે અને લેખિત દલીલો મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ તેની વધુ સુનાવણી હાથ ધરશે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકારનાં એટર્ની જનરલ વેણુગોપાલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીટીશન સંદર્ભે સ્ટે આપવા સહીતની વિવિધ દલીલો કરાઈ હતી. એટ્રોસીટી સંદર્ભે જો એફઆઈઆર દાખલ ન થાય તો તે અંગે વળતર અને સહાયનાં પ્રશ્નો ઉદ્દભવે અત્યાચારનો ભોગ બનેલા એસસી-એસટી લોકોને એફઆઈઆરનું રજીસ્ટ્રેશન થાય કે ના થાય પણ તાત્કાલિક વળતર આપી શકાય તેમ હોઈ બેંચે સ્ટે આપવાની ના પાડી હતી. મંત્રી પરમારે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પોલીસને આઈપીસીની ધારાઓ અંતર્ગત કેસની નોંધણી કરતા અટકાવવાનો નથી. પરંતુ પ્રાથમિક તપાસ થયા પછી તેમાં એસસી-એસટી એક્ટની જોગવાઈઓ ઉમેરી શકાય છે. એફઆઈઆર નોંધણી કર્યા વિના ફરીયાદ દાખલ કરતી વખતે જ પીડીતને તાત્કાલિક વળતર આપી શકાય છે. ફકત ક્રિમિનલ પ્રોસીજર કોડમાં અપાયેલા પ્રોસિજરલ કાયદાને અનુલક્ષીને તેનાં અમલની વાત કરી છે. અન્ય કોઈ બાબત નથી. કાયદામાં ક્યાંય એવું લખાયુ નથી કે ફરિયાદ દાખલ થાય કે તરત આરોપીની ધરપકડ થવી જોઈએ.

Related posts

कोरोना काल में गरबा खेलने वालों के लिए खुशखबरी

editor

રાજયભરમાં ચૂંટણી લઇ મતદાન જાગૃતિ અભિયાન : ૫૦ લાખથી વધારે પરિવારને મતદાન કરવા સંકલ્પ કરાવાશે

aapnugujarat

સુરેન્દ્રનગરમાં કર્નલ શ્રી કે આર શેખરનો વિદાય સમારંભ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1