Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસની ફરી મહાગઠબંધન રચવા નીતિશકુમારને ઓફર

બિહારના ભાગલપુર અને નવાદા જિલ્લામાં થયેલી સાંપ્રદાયિક હિંસાની અસર રાજ્યના રાજકારણ ઉપર પણ પડતી જોવા મળી રહી છે. એક બાજુ જ્યાં મુખ્ય વિપક્ષી દળ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) મુખ્યમંત્રી નીતિશકુમાર પર પ્રહારો કરી રહી છે ત્યાં તોફાનોને બહાનુ બનાવીને કોંગ્રેસ નવું રાજકીય સમીકરણ રચવાની કોશિશ કરી રહી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ઈચ્છે છે કે તે ફરી એકવાર નીતિશકુમારને પોતાના પક્ષમાં લઈ લે. આ માટે કોંગ્રેસના ટોચના નેતાઓએ શુક્રવારે નીતિશકુમાર સામે દબાયેલા સ્વરમાં ઓફર પણ કરી નાખી છે. ભાગલપુર હિંસામાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અર્જિત શાશ્વતને આરોપી બનાવવામાં આવ્યાં બાદ પણ તેમની ધરપકડ ન થતા વિપક્ષ સીએમ નીતિશકુમાર પર નિશાન સાંધી રહ્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સતત આક્રમક પ્રહારો કરી રહ્યાં છે કે રાજ્યના લો એન્ડ ઓર્ડર સીએમ નીતિશકુમારના હાથમાં હોવા છતાં તોફાનોના આરોપીઓ સામે કડકાઈ વર્તવામાં આવી રહી નથી. આરોપ છે કે સીએમ નીતિશકુમાર રાજકીય દબાણ હેઠળ ભાજપના આરોપી નેતાઓ સામે એક્શન લેતા ખચકાય છે. આ આરોપો વચ્ચે કોંગ્રેસે સીએમ નીતિશકુમાર સામે દાંવ ફેંક્યો છે કે તેઓ આ આધાર પર ભાજપ સાથે છેડો ફાડી નાખે. કારણ કે તેમની છબી ધર્મનિરપેક્ષ નેતા તરીકેની રહી છે જ્યારે તેમના સહયોગી ભાજપ પર સાંપ્રદાયિક હિંસાના આરોપ લાગી રહ્યાં છે. બિહાર કોંગ્રેસના પ્રભારી અધ્યક્ષ કૌકબ કાદરી અને આરજેડીના વિધાન પાર્ષદ સંજય પ્રસાદ બાદ હવે કોંગ્રેસ વિધાયક દળના નેતા સદાનંદ સિંહે પણ મુખ્યમંત્રી નીતિશકુમારને બિહારના હિતમાં વિચારવાની અને ભાજપનો સાથ છોડી દેવાની સલાહ આપી છે. સદાનંદ સિંહે શુક્રવારે કહ્યું કે બિહારમાં ભાજપ-આરએસએસને સત્તાના દુરઉપયોગ કરતા રોકવા જરૂરી છે. આ માટે મહાગઠબંધનનું પુર્નગઠન જરૂરી બન્યું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી નીતિશકુમારે આ અંગે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. વરિષ્ઠ કાંગ્રેસી નેતાએ જણાવ્યું હતું કે, રાજકીય દબાણના કારણે નીતિશકુમાર હિંસાના દોષિતો વિરુદ્ધ પગલા લઈ શકતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં કોંગ્રેસ, આરજેડી અનએ જેડીયુએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી જેમાં મહાગઠબંધનને બે તૃતિયાંશ બહુમતથી જીત મળી હતી. જો કે, લગભગ બે વર્ષ સરકાર ચાલ્યા બાદ નીતિશ કુમારે મહાગઠબંધનથી છેડો ફાડી ફરી એનડીએમાં સામેલ થઇ હતા ત્યારથી નીતિશકુમાર ભાજપની સાથે મળી બિહરામાં સરકાર ચલાવી રહ્યા છે.

Related posts

નેશનલ ડિફેન્સ એકેડમી અને આર્મી સ્કૂલોમાં ભણી શકશે યુવતીઓ, સરકારે દરખાસ્ત મોકલી

aapnugujarat

ફેક્સ મશીનથી લોકશાહીની હત્યા કરી દેવાઈ છે : ઓમર

aapnugujarat

वर्ष 2019-20 में भारत का जीडीपी ग्रोथ क्रमशः 7% और 7.2 % रहेगी : IMF

aapnugujarat

Leave a Comment

UA-96247877-1