Aapnu Gujarat
રાષ્ટ્રીય

નેશનલ ડિફેન્સ એકેડમી અને આર્મી સ્કૂલોમાં ભણી શકશે યુવતીઓ, સરકારે દરખાસ્ત મોકલી

સરકાર નેશનલ ડિફેન્સ એકેડમી અને આર્મી સ્કૂલમાં યુવતીઓને એડમિશન આપવા અંગે વિચારી રહી છે. રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભામરેએ શુક્રવારે જણાવ્યું કે તેના માટે ડિફેન્સ મિનિસ્ટ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આ અંગેની મંજૂરી મળતાંની સાથે યુવતીઓ માટે આર્મી સ્કૂલ અને એનડીએમાં એડમિશનનો રસ્તો સાફ થઈ જશે. દેશમાં હાલ ૨૬ સૈનિક સ્કૂલ છે અને ૨૧ નવા સ્કૂલ ખોલવાની દરખાસ્ત છે. લોકસભામાં સેનાની સ્કૂલમાં યુવતીઓને એડમિશન નહીં આપવા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.સંરક્ષણ મંત્રી અરૂણ જેટલીએ લેખિત જવાબમાં જણાવ્યું છે કે દેશના ૨૨ રાજ્યોમાં ૨૬ સૈનિક સ્કૂલ છે. બાકી રાજ્યોમાં પણ તેને ખોલવાની જરૂરિયાત છે. ૨૧ સ્કૂલો માટેની દરખાસ્તો આવી છે. જે માટે સરકાર ૮૦ કરોડ રૂપિયાનું બજેટ પાસ કરી ચુક્યું છે. જેટલીએ વધુમાં કહ્યું કે સૈનિક સ્કૂલ અને રાષ્ટ્રીય મિલિટ્રી સ્કૂલોની ભૂમિકા સારી રહી છે, કેમકે આવી શાળાઓમાંથી નીકળનારા કેડેટ્‌સ એનડીએ જોઈન કરે છે. ૨૦૧૬માં સૈનિક સ્કૂલોના કુલ ૧૫૯ કેડેટ્‌સ (૨૯%) અને મિલિટ્રી સ્કૂલના ૩૧ કેડેટ્‌સ (૬%) એનડીએ સુધી પહોંચે છે.
આ પ્રકારની સ્કૂલ ખોલવાનો ઉદ્દેશ્ય ડિફેન્સ સર્વિસના ઓફિસર કેડરમાં ક્ષેત્રીય અસમાનતાને પણ દૂર કરવાની છે. ફેંસલાને મંજૂરી આપવામાં આવ્યા બાદ એનડીએમાં ગર્લ્સ કેડેટ્‌સ પણ ટ્રેનિંગ લઈને ઓફિસર રેન્ક પ્રાપ્ત કરી શકશે.બીજા સવાલ પર જેટલીએ કહ્યું કે આઝાદી પછી કોઈ રેજિમેન્ટ નથી બની. જો કે અન્ય રેજિમેન્ટની સબ યુનિટ જરૂર બનાવવામાં આવી છે. સરકારની પોલિસી મુજબ દેશના કોઈપણ વર્ગ, જાતિ, ધર્મ અને ક્ષેત્ર સાથે જોડાયેલું હોવું ઈન્ડિયન આર્મી માટે મહત્વનું નથી.આઝાદી પછી સરકારે પોલિસી બનાવી કે કોઈ કોમ્યુનિટી, ક્લાસ, રીઝન અને ધર્મ માટે કોઈ રેજિમેન્ટ નહીં બને. હાલ દેશના તમામ નાગરિકોને દેશની આર્મીમાં સામેલ થવા બરાબરની તક આપવામાં આવે છે.

Related posts

ભારતીય વૈજ્ઞાનિકોએ સૂર્યથી ૨ કરોડ અબજ ગણા મોટા ગેલેક્સીઝ ‘સરસ્વતી’ની શોધ કરી

aapnugujarat

सऊदी, यूएई सहित ४ अरब देशों ने कतर से तोड़े रिश्ते

aapnugujarat

પદ્માવતીના નિર્માતા-નિર્દેશક સામે કાર્યવાહી માટેની માંગને ફગાવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1