Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૩માં મોદીનાં ઝંઝાવાતી પ્રચાર છતાં કર્ણાટકમાં ધાર્યુ પરિણામ મળ્યું ન હતું

ભાજપને કર્ણાટકમાં પ્રથમવાર જ સત્તા મળી અને દક્ષિણનું દ્વારા ખૂલ્યું, પણ ભાજપ માટે સત્તા જાળવવી ગુજરાત જેટલી અનિવાર્ય નહોતી. એટલે યેદીયુરપ્પાનું નુકસાન ખાળી શકાયું નહીં અને ૨૦૧૩માં ફરી કોંગ્રેસની સરકાર આવી. તત્કાલિન મુખ્યપ્રધાન મોદીના ઝંઝાવતી પ્રચાર છતાં કર્ણાટકમાં ગઇ વખતે ધાર્યુ પરિણામ મળ્યું ન હતું પણ આ વખતે કર્ણાટક ભાજપના ફોકસમાં છે.કેન્દ્રમાં સત્તા મળ્યા પછી ભાજપ માટે ફરી કર્ણાટકનું મહત્વ વધ્યું છે. દક્ષિણ ભારતમાં હજીય સૌથી સારી સ્થિતિ ભાજપની કર્ણાટકમાં જ રહી છે. તેથી યેદીયુરપ્પાના મનામણા કરીને અને તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હોવા છતાં ભાજપમાં પરત લઈ લેવાયા. બીજી બાજુ કેશુભાઇ રહી રહીને ભાજપમાંથી અલગ થયા અને ૨૦૦૭માં પક્ષ બનાવ્યો હતો. ભાજપને નુકસાન કરવાની વાત બાજુએ રહી, મત વિભાજન ફોર્મ્યુલામાં સાથ આપી ભાજપને જીતાડવામાં જ કેશુભાઇનો ફાળો રહ્યો અને આનું મોટું પ્રમાણ છે હતું કે, ચૂંટણી પરિણામો પછી નરેન્દ્ર મોદી તરત જ તેમના ઘરે જઈને કેશુભાઇને પેંડો ખવરાવી આવ્યા હતા.પીએમ બન્યા પછી ભાજપે જેમ ગુજરાત જીતવું પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો તેમ અને કર્ણાટકમાં પણ હવે ભાજપ અને કોંગ્રેસ માટે અંત્યત અગત્યની બની. ગુજરાતમાં ૨૦૧૭માં ભાજપ માટે સત્તા જાળવવી અત્યંત જરૂરી, જ્યારે કોંગ્રેસ માટે ઉત્તર ભારતમાં અસ્તિત્ત્વ બચાવવા ગુજરાતમાં સત્તાનો વનવાસ પૂરો કરવો પણ અત્યંત જરૂરી. બીજી બાજુ કર્ણાટક દક્ષિણનું દ્વાર છે તે એક વાર ખૂલ્યું હતું તે ભાજપે ફરી ખોલવું અત્યંત જરૂરી છે. તેથી ૨૦૧૮ની કર્ણાટકની ચૂંટણી ભાજપે ફરી જીતવી પડે.
૨૦૧૭માં ફરી એક વાર ગુજરાત અને કર્ણાટકના રાજકીય પ્રવાહો એકબીજામાં ભળ્યા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી અને ભાજપે કોંગ્રસને તોડી નાખવાની રમત આદરી. કોંગ્રેસે પોતાના બચેલા ધારાસભ્યોને કર્ણાટક ભેગા કર્યા. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોવાથી સલામતી હતી. સિમ્બોલિક રીતે અહમદ પટેલને હરાવવા માટે દાવ ખેલ્યો જે ભારે પડ્યો. કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને તોડી નાખ્યા, પણ બાકીના ૪૪ને કોંગ્રેસ કર્ણાટક લઈ ગઈ અને બચી ગઈ. તેમાંથીય એક ગદ્દાર નીકળ્યો, પણ તે પછીય રાજ્યસભાની એક બેઠક કોંગ્રેસ જીતી ગઈ. તેના કાર્યકરોમાં જબરદસ્ત જોશ જાગ્યો. મરણ પથારીએ બેઠેલી કોંગ્રેસ બેઠી થઈ અને ચાલતી થઈ. ૨૦૧૪માં ૨૬માંથી ૨૬ બેઠકો અને કેન્દ્રમાં સત્તા પછી ગુજરાત ૨૦૧૭માં જીત આસાન લાગતી હતી. તે જીત મુશ્કેલ થઈ ગઈ.

Related posts

હવે ખીણમાં સક્રિય ૧૨ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીની યાદી જારી

aapnugujarat

અડવાણી ચૂંટણી લડશે કે કેમ તેને લઇને પાર્ટી નેતાઓ મૌન

aapnugujarat

accidents on Pune-Bangalore National Highway, 6 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1